Entertainment

પંચાયતના સચિવ જિતેન્દ્ર કુમાર હવે રોમાન્ટિક ફિલ્મનો હિરો બનશે

By GS TEAM
12 Dec 20251 min read
પંચાયતના સચિવ જિતેન્દ્ર કુમાર હવે રોમાન્ટિક ફિલ્મનો હિરો બનશે

- ટેઢી હે પર મેરી હૈ ફિલ્મની જાહેરાત 

- રેમો ડિસોઝા આ ફિલ્મ બનાવી રહ્યો છે, તેની સાથે આરજે માહવશ હિરોઈન હશે

મુંબઇ : 'પંચાયત' ઓટીટી સીરિઝમાં સચિવજીના રોલમાં લોકપ્રિય બનેલો જીતેન્દ્ર કુમાર હવે મોટા પડદે રોમાન્ટિક હિરો તરીકે નસીબ અજમાવવાનો છે. તે 'ટેઢી હૈ પર મેરી હૈ ' ટાઈટલ ધરાવતી રોમાન્ટિક કોમેડી ફિલ્મમાં હિરો તરીકે કામ કરવાનો છે. 

આ ફિલ્મ રેમો ડિસોઝા બનાવી રહ્યો છે. તેમાં જિતેન્દ્ર કુમારની હિરોઈન તરીકે આરજે માહવશ સિલેક્ટ થઈ છે. 

અગાઉ ઓટીટીથી   જાણીતો બની ચૂકેલો વિક્રાંત મેસ્સી પણ 'આંખો કી ગુસ્તાખિયાં' જેવી ફિલ્મોથી રોમાન્ટિક હિરો બનવાની ટ્રાય કરી ચૂક્યો છે. જોકે, વિક્રાંત અને શનાયા કપૂરની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સાવ ફલોપ ગઈ હતી.