Entertainment

ભારતમાં બૅન થઈ પાકિસ્તાની વેબ સિરીઝ 'જો બચે હૈં સંગ સમેટ લો', સરકારની Netflixને કડક ચેતવણી!

By GS Team
26 Nov 20262 mins read
TukuTouch Logo
ભારત સરકારે પાકિસ્તાની વેબ સિરીઝ 'જો બચે હૈં સંગ સમેટ લો' પર પ્રતિબંધ મૂક્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સને 8 મે 2025ની એડવાઈઝરીનું પાલન કરવા જણાવ્યું છે, જે મુજબ પાકિસ્તાનમાં બનેલી કોઈ પણ ફિલ્મ કે વેબ સિરીઝ ભારતમાં દર્શાવી શકાતી નથી. મંત્રાલયને ફરિયાદ મળ્યા બાદ આ પગલું લેવાયું છે, અને નેટફ્લિક્સને જૂન 2025માં આપેલું વચન યાદ કરાવાયું છે કે તે પાકિસ્તાની કન્ટેન્ટ ભારતમાં નહીં બતાવે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતમાં બૅન થઈ પાકિસ્તાની વેબ સિરીઝ 'જો બચે હૈં સંગ સમેટ લો', સરકારની Netflixને કડક ચેતવણી!
Wikipedia

Jo Bache Hain Sang Samet Lo : ભારત સરકારે પાકિસ્તાની વેબ સિરીઝ 'જો બચે હૈં સંગ સમેટ લો' પર પ્રતિબંધ લગાવ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સને ચેતવણી આપતા 8 મે 2025ના રોજ જાહેર કરેલી એડવાઈઝરીનું સખતપણે પાલન કરવા કહ્યું છે. આ એડવાઈઝરી હેઠળ પાકિસ્તાનમાં બનેલી કોઈ પણ ફિલ્મ કે વેબ સિરીઝ ભારતમાં બતાવી શકાતી નથી.

તાજેતરમાં જ મંત્રાલયને એવી ફરિયાદો મળી હતી કે આ પાકિસ્તાની સિરીઝ ભારતમાં રિલીઝ થઈ શકે છે. ત્યારબાદ સરકારે નેટફ્લિક્સને જૂન 2025માં આપેલું વચન યાદ અપાવ્યું, જેમાં OTT પ્લેટફોર્મે ભારતમાં કોઈ પણ પાકિસ્તાની કન્ટેન્ટ ન બતાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો.

ભારતમાં સ્ટ્રીમ નહીં થાય પાકિસ્તાની કન્ટેન્ટ

મંત્રાલયે OTT પ્લેટફોર્મને કહ્યું છે કે તે જૂનમાં આપેલા પોતાના વચન પર અડગ રહે અને પાકિસ્તાનમાં બનાવાયેલું કન્ટેન્ટ ભારતમાં ન બતાવે.

જણાવી દઈએ કે, 'જો બચે હૈં સંગ સમેટ લો' નેટફ્લિક્સની પહેલી ઓરિજિનલ પાકિસ્તાની વેબ સિરીઝ છે. આ સિરીઝ વિશ્વભરમાં 4 ડિસેમ્બરે સ્ટ્રીમ થશે અને તેને 191 દેશોમાં બતાવવામાં આવશે. જોકે, ભારતમાં આ સિરીઝ બતાવવામાં નહીં આવે. આ સિરીઝ અંગે ઘણો વિવાદ થયો હતો. ઓલ ઇન્ડિયન સિને વર્કર્સ એસોસિએશને વડાપ્રધાન (PM) ને પત્ર લખીને તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી.

આ સિરીઝ 2 ભાગમાં રિલીઝ થશે. પહેલા ભાગમાં 5 એપિસોડ છે અને કુલ 13 એપિસોડ રિલીઝ થઈ શકે છે. આ સિરીઝમાં 3 પેઢી (જનરેશન) ની 6 લવ સ્ટોરી બતાવવામાં આવશે. સિરીઝમાં અહદ રઝા મીર, ફવાદ ખાન, માહિરા ખાન, હાનિયા આમિર, સનમ સઈદ, હમઝા અલી અબ્બાસી, માયા અલી, બિલાલ અશરફ, નાદિયા જમીલ અને સમીના અહમદ જેવા કલાકારો જોવા મળશે. હાલમાં સિરીઝનું ટ્રેલર રિલીઝ થયું છે, જે વર્તમાન સમયમાં ભારતમાં જોઈ શકાય છે.