- હજુ ઘણુ શૂટિંગ બાકી હોવાની કબૂલાત
- ફિલ્મનું શૂટિંગ ધીમું ચાલી રહ્યું હોવાથી રીલિઝમાં પણ વિલંબ થવાની શક્યતા
મુંબઇ : કાર્તિક આર્યન અને શ્રીલીલાની ફિલ્મ 'તુ મેરી ઝિંદગી હૈ'નું શૂટિંગ હજુ અડધે જ પહોંચ્યું છે. આથી, આ ફિલ્મની રીલિઝમાં વિલંબ થાય તેવી સંભાવના છે.
અનુરાગ બાસુએ કબુલ્યું હતું કે, આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પુરુ થઇ ગયું હોવાની વાત માત્ર અફવા છે. હજુ તો આ ફિલ્મનું શૂટિંગ પ્રારંભિક ચરણમાં જ છે. હજુ ફક્ત ૪૫ દિવસનું જ શૂટિંગ થયું છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આ ફિલ્મનાં શૂટિંગની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. બાદમાં એવા અહેવાલો આવ્યા હતા કે ફિલ્મનું મોટાભાગનુ શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે.


