નુસરત ભરૂચાને એર એમ્બ્યુલન્સ દ્વારા સ્પાઇન સર્જરી માટે મુંબઇ લવાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- નુસરત ભરૂચાની ટીમે નિવેદન પ્રગટ કર્યું
- બાલીમાં અકસ્માતમાં કરોડરજ્જુમાં ફ્રેકચર : ચાહકોએ શુભેચ્છાઓ પાઠવી
મુંબઇ : નુસરત ભરૂચાને બાલીમાં અકસ્માત થવાને પગલે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની ટીમે બહાર પાડેલા નિવેદન અનુસાર નુસરતને અકસ્માતમાં કરોડરજ્જુમાં ઇજા થવાને કારણે તેને એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઇમાં લાવવામાં આવશે અને મુંબઇની હોસ્પિટલમાં તેની પર સ્પાઇન સર્જરી કરવામાં આવશે.
આ નિવેદન પ્રગટ થયા બાદ અનેક ચાહકોએ નુસરતની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તે ઝડપભેર સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર નુસરત બાલીમાં કોઇ કામસર ગઇ હતી. કામ પુરૂ થયા બાદ તેણે પોતાનો સ્ટે લંબાવ્યો હતો. આ દરમ્યાન તેને અકસ્માત થતાં હવે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આમ, નુસરતનો બાલીમાં રહેવાનું લંબાવવું પડયુ છે. નિવેદનમાં નુસરત ક્યારે મુંબઇ પરત આવશે તેની કે ઇજાની કે અકસ્માતની વિગતો જણાવાઇ નથી.
જો નુસરત પર મુંબઇમાં સર્જરી કરવામાં આવશે તો તેના કારણે થોડા દિવસ માટે તે સાજી ન થાય ત્યાં સુધી તેના પ્રોજેક્ટના કામો ખોરવાઇ જશે.




