Entertainment

હવે નવા કલાકારો સાથે સલામ એ ઈશ્કનો પાર્ટ ટુ બનશે

By GS Team
9 May 20261 min read
હવે નવા કલાકારો સાથે સલામ એ ઈશ્કનો પાર્ટ ટુ બનશે

- મૂળ ફિલ્મની વાર્તા સાથે નિસબત નહિ હોય   

- 2007ની મૂળ ફિલ્મ ફલોપ ગઈ હતી પરંતુ સંગીત હિટ રહ્યું હતું

મુંબઇ : નિખિલઅડવાણી ૨૦૦૭ની પોતાની ફિલ્મ 'સલામ-એ- ઇશ્ક'ની સીકવલ બનાવી રહ્યો છે. 

મૂળ  ફિલ્મમાં સલમાન ખાન, પ્રિયંકા ચોપરા, અનિલ કપૂર, જ્હોન અબ્રાહમ, જુહી ચાવલા, વિદ્યા બાલન સહિતના ટોચના કલાકારોનો કાફલો  હોવા છતાં  પણ ફિલ્મ ટિકિટબારી પર નિષ્ફળ ગઈ હતી. જોકે, આ ફિલ્મનું સંગીત સુપરહિટ થયું હતું. 

સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મના બીજા ભાગમાં મોટાભાગના કલાકારો બદલાઈ જશે. 

અગાઉ અફવા હતી કે અક્ષય કુમાર પાર્ટ ટુમાં કામ કરી રહ્યો છે. 

બાદમાં અક્ષયની  નજીકનાં સૂત્રોએ આ અફવા ફગાવી  હતી. ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટ ટુની વાર્તાની એકંદર થીમ મૂળ ફિલ્મ સાથે મળતી આવતી હશે પરંતુ બંને ભાગની વાર્તા વચ્ચે કોઈ કનેક્શન  નહિ હોય.