Entertainment

મોરોક્કોની હાર સહન ન કરી શકી નોરા ફતેહી: ક્વાર્ટર ફાઇનલમાં ટીમ બહાર થતાં કેમેરા સામે આંસુ છલકાયા

By GS Team
11 Jul 20263 mins read
TukuTouch Logo
બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીનો FIFA વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલ મેચનો વીડિયો વાયરલ થયો છે. મોરોક્કોની હારથી નોરા લાલ જર્સીમાં ભાવુક થઈ રડી પડી હતી. ભારતીય ફેન્સનો સપોર્ટ જોઈ તે ખુશ થઈ. નોરા ફતેહીનો જન્મ મોરોક્કન પરિવારમાં થયો હતો અને તે ભારતમાં રહીને કામ કરે છે, તેથી બંને દેશો પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતી રહે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોરોક્કોની હાર સહન ન કરી શકી નોરા ફતેહી: ક્વાર્ટર ફાઇનલમાં ટીમ બહાર થતાં કેમેરા સામે આંસુ છલકાયા

Nora Fatehi Emotional Video Viral: બોલિવૂડની મશહૂર ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નોરા ખૂબ જ ઈમોશનલ દેખાઈ રહી છે. વાસ્તવમાં ફીફા વર્લ્ડ કપની એક રોમાંચક ક્વાર્ટર ફાઈનલ મેચમાં જ્યારે મોરોક્કોની ટીમ હારી ગઈ, ત્યારે નોરા પોતાને સંભાળી ન શકી અને રડી પડી. લાલ રંગની જર્સી પહેરીને નોરા પોતાની ટીમનો ઉત્સાહ વધારી રહી હતી. પરંતુ, જેવો મેચનો નિર્ણય ફ્રાન્સની તરફેણમાં આવ્યો કે તરત જ નોરા એટલી દુઃખી થઈ ગઈ કે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. આ દરમિયાન તેનો એક મિત્ર તેને સંભાળતો જોવા મળ્યો.

નોરા ફતેહીનો ફીફા વર્લ્ડ કપ સાથે ઘણો જૂનો અને ઊંડો સંબંધ

તમને જણાવી દઈએ કે, નોરા ફતેહીનો ફીફા વર્લ્ડ કપ સાથે ઘણો જૂનો અને ઊંડો સંબંધ રહ્યો છે. આ વર્ષે પણ તેણે ફીફા વર્લ્ડ કપ 2026ની શાનદાર ઓપનિંગ સેરેમનીમાં પોતાના જબરદસ્ત પરફોર્મન્સથી સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. તેણે આ ઈવેન્ટમાં પોતાના સુપરહીટ ગીત 'સીર સીર' પર પરફોર્મ કર્યું હતું, જે આ વર્લ્ડ કપના ઓફિશિયલ આલ્બમનો એક મહત્વનો ભાગ છે. આ ગીતને ફ્રેન્ચ સિંગર વેજડ્રિમ અને મ્યુઝિક પ્રોડ્યુસર સંજૉય સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીત 8 જૂનના રોજ રિલીઝ થયું હતું અને અત્યાર સુધીમાં તેને 58 મિલિયનથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.

ઈન્ડિયન ફેન્સના સપોર્ટે નોરાને ઈમોશનલ કરી

આ સમગ્ર સફર દરમિયાન ડલાસના સ્ટેડિયમમાં નોરા ફતેહી સાથે કંઈક એવું બન્યું, જેણે તેનું દિલ જીતી લીધું. નોરાએ પોતે આ વાતનો ખુલાસો કર્યો કે. કેવી રીતે ભારતીય ફેન્સે મોરોક્કોની ટીમને સપોર્ટ કરીને મને સંપૂર્ણપણે ઈમોશનલ કરી દીધી હતી. તેણે કહ્યું કે, 'સ્ટેડિયમનો આ અનુભવ મારા માટે ખૂબ જ ખાસ હતો. હું ઘરે બેસીને મેચ જોવાના બદલે લાઈવ મેચ જોવાના આ અહેસાસને દુનિયાની કોઈ પણ વસ્તુ સાથે બદલી ન શકું. આ એક એવી યાદગાર ક્ષણ હતી, જેને હું જિંદગીભર ક્યારેય ભૂલી નહીં શકુ.'

નોરાએ પોતાની ખુશી વ્યક્ત કરતા આગળ કહ્યું કે, 'હું ભવિષ્યમાં પોતાના બાળકોને ગર્વથી આ વાત કહી શકીશ કે તમારી માતાએ સ્ટેડિયમમાં બિલકુલ પિચની નજીક બેસીને ઈતિહાસ રચાતો જોયો હતો. આ એક એવો અનુભવ હતો જેને શબ્દોમાં વર્ણવવો અશક્ય છે. હું ખરેખર જિંદગીને ખુલીને જીવી રહી છું.' આ વાતચીત દરમિયાન નોરાએ એક એવી વાત શેર કરી, જેણે ન માત્ર તેને અપાર ખુશી આપી પરંતુ તેની આંખોમાં ખુશીના આંસુ પણ લાવી દીધા હતા. ભારતીય ફેન્સનું આ વર્તન તેના દિલમાં હંમેશા રહેશે.

ભારતીય ચાહકો પણ મોરક્કોને કરી રહ્યા હતા સપોર્ટ

પોતાની વાત આગળ વધારતા નોરાએ કહ્યું કે, 'સ્ટેડિયમમાં મને એવા ઘણા ભારતીયો મળ્યા જેમણે મોરોક્કોની જર્સી પહેરી રાખી હતી. તે તમામ લોકો મોરોક્કોની ટીમ માટે જોરજોરથી ચિઅર કરી રહ્યા હતા. એટલું જ નહીં, તે ફેન્સે નોરા પાસે આવીને તેને ગળે લગાડી અને તેની સાથે ઘણી બધી તસવીરો પણ પડાવી હતી. આ મારા માટે ખૂબ જ ગર્વની ક્ષણ હતી. મારી પાસે આ ફેન્સનો આભાર માનવા માટે શબ્દો ખૂટી રહ્યા છે.' તેણે ત્યાં મોરોક્કોને સપોર્ટ કરી રહેલા તમામ ભારતીયોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

માહિતી માટે જણાવી દઈએ કે, નોરા ફતેહીનો જન્મ એક મોરોક્કન પરિવારમાં થયો હતો. તેનો ઉછેર કેનેડામાં થયો અને આજે તે ભારતમાં રહીને પોતાના કામના કારણે દરેકના દિલ પર રાજ કરી રહી છે. આ જ કારણ છે કે નોરા હંમેશા ભારત અને મોરોક્કો બંને દેશો પ્રત્યે પોતાનો પ્રેમ ખુલ્લેઆમ વ્યક્ત કરતી રહી છે. 'સીર સીર' ગીત પણ કુલ 18 ગીતોના પ્રોજેક્ટનો એક ભાગ છે, જેમાં ભારત, કેનેડા અને મોરોક્કોના મ્યુઝિકનું શાનદાર મિશ્રણ જોવા મળે છે. આ જ ગીત પર નોરાએ સંજૉય અને વેજડ્રિમ સાથે પરફોર્મ કર્યું હતું.