- લગ્ન સ્થળે નો મોબાઈલ પોલિસી લાગુ કરશેે
- 24મીથી વિધિઓ શરૂ : 26મીએ લગ્ન પછી બંને લગભગ એક મહિનાનો બ્રેક લેશે
મુંબઈ : રશ્મિકા મંદાના તથા વિજય દેવરકોંડાના આગામી તા. ૨૬મી એ ઉદયપુરમાં યોજાનારાં લગ્નનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે. એવી વાત બહાર આવી છે કે આ લગ્નમાં બોલિવુડ કે તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાંથી પણ કોઈ સેલિબ્રિટીને આમંત્રણ અપાયું નથી.
યુગલના નિકટવર્તી સૂત્રોના જણાવ્યા અનુસાર બંનેના પરિવારજનો તથા કેટલાક ચુનંદા મિત્રોની મર્યાદિત હાજરીમાં જ લગ્ન આટોપાવાના છે.
લગ્નના ફોટા લીક ન થાય તે માટે તમામ મહેમાનોને લગ્ન સ્થળે મોબાઈલ ચાલુ નહિ રાખવા જણાવી દેવાયું છે. લગ્ન સંબંધિત વિધિઓ ૨૪મી ફેબુ્રઆરીથી શરુ થઈ જશે. તેમાં અંગત સ્વજનોને જ આમંત્રણ અપાયું છે. ફિલ્મ ઉદ્યોગના મિત્રો માટે હૈદરાબાદમાં અલગથી રિસેપ્શન યોજાવાનું છે.
રશ્મિકા અને વિજય બનેએ પોતાનાં હસ્તાક્ષરમાં મિત્રોને આ રિસેપ્શન માટે આમંત્રણ પવ્વ્યાં હોવાનું કહેવાય છે.
લગ્ન બાદ રશ્મિકા તથા વિજય બંને આશરે એક મહિનાનો બ્રેક લેશે તેવી સંભાવના છે.


