Entertainment

જાહ્નવી કપૂરનાં લગ્નની કોઈ તારીખ હજુ નક્કી થઈ નથી

By GS Team
5 May 20261 min read
જાહ્નવી કપૂરનાં લગ્નની કોઈ તારીખ હજુ નક્કી થઈ નથી

- પિતા બોની કપૂરે તારીખ અંગેની અટકળો  ફગાવી  

- જાહ્નવી અને શિખર આગામી સપ્ટેમ્બરમાં લગ્ન કરી લેવાનાં હોવાની ચર્ચા પ્રસરી હતી    

મુંબઈ : જાહ્નવી કપૂર અને શિખર પહાડિયા આગામી સપ્ટેમ્બર કે ઓક્ટોબર માસમાં લગ્ન કરી રહ્યાં હોવાની વાતો છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઈ રહી છે. જોકે, હવે જાહ્નવીના પિતા બોની કપૂરે આ બાબતે મૌન તોડતાં કહ્યું છે કે જાહ્નવીનાં લગ્નની કોઈ તારીખ હજુ નક્કી થઈ નથી. 

જાહ્નવી અને શિખર  લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યાં છે. બંને કેટલાય સમયથી અનેક સામાજિક, પારિવારિક પ્રસંગોમાં, ફેમિલી ટ્રીપ પર કે પછી તિરુપતિ બાલાજીનાં દર્શન જેવા સમયે પણ સાથે જ દેખાય છે. જોકે, બંનેનાં લગ્ન ક્યારે થશે તે અંગે અટકળો સતત ચાલતી રહે છે. 

બોલિવુડમાં કે સાઉથમાં પણ જાહ્નવીની કેરિયર ધાર્યા ટ્રેક પર આગળ વધતી નથી. આ સંજોગોમાં હવે  જાહ્નવી અને શિખર આ વર્ષે પરણી જશે તેવી  વાત ફેલાઈ હતી.