4500 કરોડના બજેટમાં બની રહેલી ફિલ્મનું નવું પોસ્ટર રીલિઝ, 23 સુપરહીરો સાથે બાથ ભીડશે 'વિલન'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Avengers Doomsday New Poster : માર્વેલ સ્ટુડિયોએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'એવેન્જર્સ: ડૂમ્સડે' (Avengers: Doomsday) નું નવું પોસ્ટર રિલીઝ કરી દીધું છે. પોસ્ટરમાં ડાર્ક બેકગ્રાઉન્ડ સાથે ડોક્ટર ડૂમનો શક્તિશાળી અને રહસ્યમય અંદાજ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. પોસ્ટરની સાથે માત્ર બે જ શબ્દો લખવામાં આવ્યા છે - 'ડૂમ્સડે ઈઝ કમિંગ'. આ ફિલ્મ 18 ડિસેમ્બર 2026 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. 'એવેન્જર્સ: ડૂમ્સડે' લગભગ 4500 કરોડ રૂપિયાના તોતિંગ બજેટમાં બની રહી છે, જેના કારણે તેને હોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મ ગણાવવામાં આવી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન રુસો બ્રધર્સ કરી રહ્યા છે અને ફેવરિટ એક્ટર રોબર્ટ ડાઉની જુનિયર (Robert Downey Jr.) ડોક્ટર ડૂમના પાત્રમાં વાપસી કરી રહ્યો છે.
કોણ છે ડોક્ટર ડૂમ? જાણો તેનો ઇતિહાસ
- ડોક્ટર ડૂમ એટલે કે વિક્ટર વોન ડૂમ માર્વેલ યુનિવર્સના સૌથી ખતરનાક વિલનમાંથી એક છે.
- આત: આ પાત્રને સ્ટેન લી અને જેક કિર્બીએ બનાવ્યું હતું. પહેલીવાર આ પાત્ર 1962 માં 'ફેન્ટાસ્ટિક ફોર' ના કોમિક્સ ઈશ્યુ નંબર 5 માં જોવા મળ્યું હતું.
- પૃષ્ઠભૂમિ: વિક્ટર વોન ડૂમ 'લાટવેરિયા' નામના નાના દેશનો સરમુખત્યાર છે. તે એક જિનિયસ વૈજ્ઞાનિક, શોધક અને જાદુગર છે.
- માસ્કનું રહસ્ય: બાળપણમાં થયેલા એક અકસ્માતમાં તેનો ચહેરો ખરાબ રીતે બળી ગયો હતો, તેથી તે હંમેશા લોખંડનો માસ્ક અને કવચ પહેરે છે.
- સૌથી મોટો દુશ્મન: ડોક્ટર ડૂમનો સૌથી મોટો દુશ્મન ફેન્ટાસ્ટિક ફોરનો લીડર રીડ રિચાર્ડ્સ (મિસ્ટર ફેન્ટાસ્ટિક) છે. બંનેની દુશ્મનાવટ કોલેજના દિવસોથી ચાલી રહી છે.
- ડૂમ હંમેશા વિજ્ઞાન અને જાદુના મિશ્રણથી દુનિયા પર રાજ કરવાનો પ્રયાસ કરે છે. તે માત્ર પોતાની શારીરિક તાકાતથી જ નહીં, પરંતુ દિમાગ અને રણનીતિથી પણ ખૂબ જ ખતરનાક છે. તેણે ઘણી વખત આખી દુનિયાને તબાહ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ દર વખતે સુપરહીરો તેને રોકવામાં સફળ રહ્યા છે.
આયર્ન મેનમાંથી ડોક્ટર ડૂમ બન્યો રોબર્ટ ડાઉની જુનિયર
'એવેન્જર્સ: ડૂમ્સડે' માં રોબર્ટ ડાઉની જુનિયર આ પાત્રને એક નવું જ રૂપ આપી રહ્યો છે. આયર્ન મેન (Iron Man) તરીકે વર્ષો સુધી ફેન્સના દિલો પર રાજ કર્યા બાદ હવે તે 'ડોક્ટર ડૂમ' બનીને MCU (માર્વેલ સિનેમેટિક યુનિવર્સ) માં વાપસી કરી રહ્યો છે. પોસ્ટરમાં તેનો આ નવો અંદાજ ફેન્સને રોમાંચિત કરી રહ્યો છે. આ ફિલ્મમાં થોર, કેપ્ટન અમેરિકા, ફેન્ટાસ્ટિક ફોર, એક્સ-મેન અને અન્ય ઘણા સુપરહીરો ડોક્ટર ડૂમ સામે એકજૂટ થશે. 4500 કરોડના બજેટ અને આટલી મોટી સ્ટારકાસ્ટ સાથે 'એવેન્જર્સ: ડૂમ્સડે' બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ રચવા જઈ રહી છે. ફેન્સ હવે 18 ડિસેમ્બર 2026 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જ્યારે ડોક્ટર ડૂમ સિનેમાઘરોમાં કહેર વર્તાવશે.









