Entertainment
વીએફએક્સમાં વિલંબ થતાં નાગઝિલ્લા છ મહિના પાછળ ઠેલાઈ
By GS Team
17 Apr 20261 min read

- હવે આવતા ફેબ્રુઆરીમાં રીલિઝ કરાશે
- કાર્તિકની નાગઝિલ્લા અને સની દેઓલની લાહોર 1947 વચ્ચે ટક્કર ટળી ગઈ
મુંબઇ : કાર્તિક આર્યનની ફિલ્મ 'નાગઝિલ્લા' છ મહિના પાછળ ઠેલાઈ ગઈ છે. મૂળ પ્લાનિંગ પ્રમાણે ફિલ્મ આગામી ૧૩મી ઓગસ્ટે રીલિઝ થવાની હતી. પરંતુ, હવે આ ફિલ્મ આગામી ફેબ્રુઆરીમાં રીલિઝ થાય તેવી શક્યતા છે.
ફિલ્મમાં બહુ હેવી વીએફએક્સનો ઉપયોગ કરાયો છે. વીએફએક્સના કામમાં ધાર્યા કરતાં વધારે વિલંબ થઈ રહ્યો છે. આથી, સમગ્ર ફિલ્મ પાછળ ધકેલી દેવામાં આવી છે.
અગાઉ 'નાગઝિલ્લા' તથા સની દેઓલની 'લાહોર ૧૯૪૭' એક જ દિવસે રીલિઝ થવાની હતી. પરંતુ, હવે તેમની બોક્સ ઓફિસ પર ટક્કર ટળી ગઈ છે.









