Entertainment

જ્હોન અબ્રાહમ અને કેકે મેનનને ચમકાવતી નગરવાલાનું શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ થશે

By GS Team
30 Jun 20261 min read
TukuTouch Logo
જ્હોન અબ્રાહમ નિર્મિત-અભિનિત ફિલ્મ 'નગરવાલા'નું શૂટિંગ 9 ઓક્ટોબરથી દિલ્હીમાં શરૂ થશે. દિલ્હીના રૂસ્તમ સોહરાબ નગરવાલા કૌભાંડ પર આધારિત આ ફિલ્મનું નિર્દેશન શિવમ નાયર કરશે. ફિલ્મમાં કેકે મેનન પણ મહત્વના પાત્રમાં છે. ઉલ્લેખનીય છે કે, નગરવાલાએ ઇન્દિરા ગાંધીના અવાજની નકલ કરી સ્ટેટ બેન્કમાંથી 60 લાખ રૂપિયા કઢાવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

જ્હોન અબ્રાહમ અને કેકે મેનનને ચમકાવતી નગરવાલાનું શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ થશે
  • દિલ્હીના રૂસ્તમ સોહરાબ નગરવાલા કૌભાંડ પરથી ફિલ્મ
  • જ્હોન અબ્રાહમ નિર્મિત-અભિનિત નગરવાલા ફિલ્મનું નિર્દેશન શિવમ નાયરને સોંપવામાં આવ્યું
    મુંબઈ : જ્હોન અબ્રાહમ નિર્મિત અને અભિનિત નવી ફિલ્મ નગરવાલાનું શૂટિંગ નવ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે. દિલ્હીના વિખ્યાત નગરવાલા કૌભાંડ પર આધારીત આ ફિલ્મનું નિર્દેશન શિવમ નાયરને સોંપવામાં આવ્યું છે. તનુજ ગર્ગ, અતુલ કસબેકર અને જ્હોન અબ્રાહમ દ્વારા નિર્મિત આ ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં કરવામાં આવશે. જ્હોન અબ્રાહમ રાજકીય અંડરટોન ધરાવતી ફિલ્મો કરવા માટે જાણીતો છે. ફિલ્મમાં કેકે મેનન પણ મહત્વનું પાત્ર કરી રહ્યો છે. જ્હોન અબ્રાહમ અને શિવમ નાયર અગાઉ ધ ડિપ્લોમેટ નામની ફિલ્મ આપી ચૂક્યા છે.
    આ ફિલ્મ પણ સત્યઘટના પર આધારિત હતી. જે બોક્સઓફિસ પર સફળ નીવડી હતી. જ્હોન અબ્રાહમની આગામી ફિલ્મ તેહરાન પણ મહત્વની છે.
    વિખ્યાત નગરવાલા કેસમાં રૂસ્તમ સોહરાબ નગરવાલાએ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના અવાજની આબેહૂબ નકલ કરી સ્ટેટ બેન્કના હેડ કેશિયરને વેદ પ્રકાશને બનાવી તેની શાખામાંથી ૬૦ લાખ રૂપિયા કઢાવી લીધાં હતા. આ વિવાદાસ્પદ ફિલ્મ જોવામાં દર્શકોને રસ પડશે તે નક્કી છે.