'રામ તેરી ગંગા મૈલી'ના બોલ્ડ સીન પર મંદાકિનીની સ્પષ્ટતા, દાઉદ સાથેની તસવીર મુદ્દે પણ આપ્યો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mandakini Dawood Ibrahim Photo : 80 અને 90 ના દશકની પ્રખ્યાત અભિનેત્રી મંદાકીનીએ દાઉદ ઇબ્રાહિમ સાથે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી પોતાની જૂની તસવીર પર ખુલીને સ્પષ્ટતા કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે દાઉદે તેમને શારજાહ ક્રિકેટ મેચ માટે બોલાવ્યા ન હતા. મંદાકીનીના જણાવ્યા મુજબ, તે એક શો માટે દુબઈ ગઈ હતી અને ત્યારબાદ ક્રિકેટ મેચ જોવા પહોંચી હતી, જ્યાં આ તસવીર લેવામાં આવી હતી. તે સમયે તેમને જરાય અંદાજ નહોતો કે આ તસવીર મોટો વિવાદ બનશે. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે એક કલાકારે હજારો લોકોને મળવું પડે છે અને કલાકાર ક્યારેય કોઈની સાથે ભેદભાવ કરતો નથી. આ વિવાદથી તેમને ઘણું નુકસાન થયું હતું અને બાદમાં તેમને સમજાયું કે આવી બાબતો સંભાળવા માટે એક ટીમ હોવી જરૂરી છે.
'રામ તેરી ગંગા મૈલી' અને માત્ર 16 વર્ષની વયે ડેબ્યુ
રાજ કપૂરના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી'થી ડેબ્યુ કરનાર મંદાકીનીએ જણાવ્યું કે જ્યારે તેમણે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું ત્યારે તેમની ઉંમર માત્ર 16 વર્ષની હતી. ફિલ્મમાં સફેદ સાડીમાં ઝરણા પાસે ફિલ્માવાયેલા ગીત અને અન્ય દ્રશ્યો પર ભારે ચર્ચા થઈ હતી. મંદાકીનીના મતે, રાજ કપૂર સમજાવવાની રીત ખૂબ જ પ્રેમાળ અને પરિવારના સભ્ય જેવી હતી. જેથી તેમને ક્યારેય કોઈ અશ્લીલતા કે ખરાબ અનુભવ થયો નહોતો. ફિલ્મની પવિત્રતા અને ગંગાના પાત્રના મૂળ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને આ દ્રશ્યો તૈયાર કરવામાં આવ્યા હતા. થોડી અસહજતા લાગતા તેમણે સાડી ડબલ કરી લીધી હતી અને શૉટ પૂર્ણ થયો હતો.
સ્તનપાનના વિવાદાસ્પદ સીનનું વાસ્તવિક રહસ્ય
ફિલ્મના અત્યંત ચર્ચાસ્પદ બનેલા સ્તનપાનના દ્રશ્ય અંગે વાત કરતા મંદાકીનીએ સ્પષ્ટ કર્યું કે તે વાસ્તવિક સ્તનપાન નહોતું. કેમેરાની પોઝિશનિંગ અને એંગલના માધ્યમથી આ દ્રશ્ય ખૂબ જ કલાત્મક રીતે ફિલ્માવવામાં આવ્યું હતું. તેમણે લો-કટ આઉટફિટ પહેર્યું હતું અને બાળકને શરીરની નજીક કડક રીતે પકડી રાખ્યું હતું, જેના કારણે કેમેરાના એંગલથી એવું લાગતું હતું કે માતા બાળકને સ્તનપાન કરાવી રહી છે. આ સીનનો મુખ્ય ઉદ્દેશ્ય માતા અને બાળકના પવિત્ર સંબંધને દર્શાવવાનો હતો, પરંતુ તેને લોકો દ્વારા અલગ જ દ્રષ્ટિએ જોવામાં આવ્યો.
સફળતા મળ્યા બાદ ઝરણાવાળા સીનને રિપીટ કરવાનો ઇનકાર
'રામ તેરી ગંગા મૈલી' ની અપાર સફળતા બાદ કેટલાક ફિલ્મમેકર્સે મંદાકીનીને તે જ ઝરણાવાળા સીનને અન્ય ફિલ્મોમાં પણ દોહરાવવાની અપીલ કરી હતી, પરંતુ તેમણે સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો હતો. તેમનું માનવું હતું કે કોઈ પણ ફિલ્મની સફળતા માટે માત્ર એકાદ સીન નહીં, પરંતુ એક મજબૂત અને સારી કહાની હોવી અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ ફિલ્મની સફળતા પછી તેમણે મિથુન ચક્રવર્તી અને ગોવિંદા જેવા ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું અને પોતાના કરિયરમાં અનેક યાદગાર ફિલ્મો આપી.




