મહેશ બાબુએ વારાણસી ફિલ્મનું શૂટિંગ 606 દિવસમાં પુરું કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વારાણસી કુલ 50 ભાષાઓમાં 1રીલિઝ કરાશે
- ડબિંગ માટે એસએસ રાજામૌલિની ટીમ દ્વારા ૧૫૦૦ કરતાં વધારેના વોઇસ ઓડિશન
મુંબઇ : એસએસ રાજામૌલિની ભવ્ય ફિલ્મ 'વારાણસી'નું શૂટિંગ હવે પૂર્ણતાના આરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુપરસ્ટાર મહેશ બાબુએ બાવીસ સપ્ટેમ્બરે ૬૦૬ દિવસે આ ફિલ્મનું શૂટિંગ પુરી કરી દીધું છે. ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર ૨૦૨૬માં પુરું કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મમાં મહેશ બાબુને વીએફએક્સના ઉપયોગ વિના અમુક સીનમાં યુવાન બતાવવામાં આવશે.
એસ એસ રાજામૌલીની આ ફિલ્મને દુનિયામાં કુલ ૫૦ ભાષાઓમાં રીલિઝ કરવામાં આવશે. રાજામૌલીની ટીમે ફિલ્મના ડબિંગ માટે આર્ટિસ્ટ ફાઇનલ કરતાં પહેલાં ૧૫૦૦ કરતાં વધારે વોઇસના રિવ્યુ કર્યા હતા.
ફિલ્મમેકરના મતે માત્ર એક્ટરના હોઠ સાથે સંવાદ મેચ થાય એટલું પૂરતું નથી.
ભારતીય ભાષાઓ ઉપરાંત 'વારાણસી' ફિલ્મને ફ્રેન્ચ, સ્પેનિશ, જર્મન, અરેબિક, જાપાની અને કોરિયન ભાષા સહિત દુનિયાની કુલ ૫૦ ભાષાઓમાં રીલિઝ કરવામાં આવશે. 'વારાણસી' ફિલ્મનું શૂટિંગ આફ્રિકાના જંગલોથી માંડી આર્કટિકના બરફીલાં પ્રદેશોમાં કરવામાં આવ્યું છે.




