Entertainment

ક્રિશ ફોર ફરી કેન્સલ : હૃતિકે નવી એક્શન ફિલ્મની તૈયારી શરૂ કરી

By GS Team
21 Apr 20261 min read
ક્રિશ ફોર ફરી કેન્સલ : હૃતિકે નવી  એક્શન ફિલ્મની તૈયારી શરૂ કરી

- રાકેશ રોશન જ પુત્ર માટે ફિલ્મ બનાવશે 

- હૃતિક પાસે ક્રિશ ફોર માટે બજેટ નથી: આદિત્ય ચોપરાની દખલના કારણે ફિલ્મ અટકી પડી

મુંબઇ : હૃતિક રોશનની 'ક્રિશ ફોર' ફરી અટકી પડી છે. આ વખતે એવું નક્કી થયું હતું કે હૃતિક ખુદ મુખ્ય ભૂમિકા ભજવવાની સાથે સાથે ફિલ્મનું દિગ્દર્શન પણ સંભાળશે. પ્રોજેક્ટ સાથે સહનિર્માતા તરીકે આદિત્ય ચોપરા જોડાવાનો હતો. જોકે, આદિત્ય ચોપરાએ બજેટથી માંડીને સ્ક્રિપ્ટ સુધીની દરેક બાબતમાં બહુ દખલ કરતાં આ પ્રોજેક્ટ આગળ વધી શક્યો નથી. 

હૃતિકે હવે નવેસરથી એક એક્શન ફિલ્મ પર ફોક્સ કર્યું છે. આ ફિલ્મ રાકેશ રોશન પોતાનાં બેનર હેઠળ જ બનાવશે. કહેવાય છે કે હૃતિક પાસે હાલ ખાસ કોઈ પ્રોજેક્ટ નથી અને તે 'ક્રિશ ફોર' શરુ થવાની રાહમાં બહુુ લાંબા સમય  સુધી રાહ જોઈ શકે તેમ નથી.

 આ સંજોગોમાં રાકેશ રોશને તેને એક્શન તથા રોમાન્સ બંનેનો સંગમ ધરાવતી આ ફિલ્મનો આઇડિયા આપ્યો હતો.