Entertainment

ટોક્સિકમાં ઈન્ટીમેટ દ્રશ્યો કપાવી નાખ્યાનો કિયારાનો ઈનકાર

By GS Team
6 May 20261 min read
ટોક્સિકમાં ઈન્ટીમેટ દ્રશ્યો કપાવી નાખ્યાનો કિયારાનો ઈનકાર

- કિયારાએ કહ્યું આ નર્યો બકવાસ છે 

- ફાઈનલ કટ જોયા પછી કેટલાક સીન કપાવી નાખ્યા હોવાની ચર્ચાઓ ફગાવી

મુંબઇ : કિયારા અડવાણીએ પોતે યશ સાથેની ફિલ્મ 'ટોક્સિક'માં કેટલાક ઈન્ટીમેટ દ્રશ્યો કઢાવી નાખ્યાં હોવાની વાતને નકારી કાઢી છે. કિયારાએ આ અફવાને નર્યો બકવાસ ગણાવી છે. 

એવી વાત વહેતી થઈ હતી કે કિયારા ફિલ્મમાં ઈન્ટીમેટ સીન આપવા તૈયાર થઈ હતી. પરંતુ, ફાઈનલ કટ જોયા પછી તે ભડકી ગઈ હતી અને તેણે યશને કેટલાંક દ્રશ્યો કાઢી નાખવા કહ્યું હતું. 

હવે કિયારાએ પોતે જ આ વાત નકારતાં સમગ્ર વિવાદ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયુું છે. 

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ લાંબા સમયથી તૈયાર છે પરંતુ તેની રીલિઝ વારંવાર મોકૂફ થઈ રહી છે. પહેલાં ગત માર્ચમાં અને બાદમાં આગામી જૂનમાં રીલિઝ કરવાની જાહેરાત થઈ હતી. હવે નવી રીલિઝ તારીખની રાહ જોવાઈ રહી છે.