Entertainment

કિંગમાં કરીના શાહરૂખ ખાન સાથે ડેડી કૂલ સોંગ પરફોર્મ કરશે

By GS Team
7 Oct 20261 min read
TukuTouch Logo
શાહરુખ ખાનની આગામી ફિલ્મ 'કિંગ'માં કરીના કપૂર ખાન 15 વર્ષ પછી ફરી સાથે જોવા મળશે. સચિન-જીગર દ્વારા રચિત 'ડેડી કૂલ' ગીતનું શૂટિંગ દક્ષિણ આફ્રિકામાં પાંચ દિવસ સુધી ચાલશે. આ મહિનાના અંતે કરીના શૂટિંગ માટે ત્યાં જશે. 2 નવેમ્બરે શાહરુખના જન્મદિવસે ફિલ્મ અંગે મોટી જાહેરાત થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કિંગમાં કરીના શાહરૂખ ખાન સાથે ડેડી કૂલ સોંગ પરફોર્મ કરશે
  • કરીના- શાહરૂખ 15 વર્ષે સ્ક્રીન શેર કરશે
  • સચિન જીગરે રચેલાં ગીતનું દક્ષિણ આફ્રિકામાં પાંચ દિવસ શૂટિંગ

મુંબઇ : શાહરુખની આગામી ફિલ્મ 'કિંગ'માં કરીના કપૂર ખાન ડેડી કૂલ નામના સોંગમાં શાહરુખ ખાન સાથે પરફોર્મ કરશે. કરીના અને શાહરુખ પંદર વર્ષે ફરી સાથે કામ કરશે. શાહરુખ અને કરીનાએ 'કભી ખુશી કભી ગમ' અને 'અશોકા' તથા ં'રા વન' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. સચીન-જિગર દ્વારા કંપોઝ કરવામાં આવેલાં આ ગીતના શૂટિંગને દક્ષિણ આફ્રિકામાં પાંચ દિવસમાં આટોપી લેવામાં આવશે. આ મહિનાના અંતે આ ભવ્ય ગીતને શૂટ કરવા કરીના પાંચ દિવસ માટે દક્ષિણ આફ્રિકા જશે. બીજી નવેમ્બરે શાહરુખ ખાનના જન્મ દિવસે પણ આ ફિલ્મ અંગે મોટી જાહેરાત કરવામાં આવશે તેમ મનાય છે. ડેડી કૂલ ગીતમાં ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ પણ પરફોર્મ કરવાના છે પણ તેની વિગતો જાહેર કરાઇ નથી.
સિદ્ધાર્થ આનંદ લિખિત અને નિર્દેશિત 'કિંગ' ફિલ્મ સુહાના ખાનની કેરિયર ઉંચકાય તે માટે બનાવવામાં આવી રહી છે.