- કરીનાએ મૌખિક રીતે સંમતિ આપી
- બંનેની આ પાંચમી ફિલ્મ હશે, છેલ્લે બજરંગી ભાઈજાનમાં સાથે દેખાયાં હતાં
મુંબઇ : રાજ અને ડીકે દ્વારા બનાવાઈ રહેલી સુપર હિરોનો કન્સેપ્ટ ધરાવતી ફિલ્મમાં સલમાન સાથે હિરોઈન તરીકે કરીના કપૂરને ઓફર અપાઈ હોવાનું કહેવાય છે. કરીનાએ આ રોલ માટે મૌખિક સંમતિ આપી હોવાનો દાવો પણ થઈ રહ્યો છે. કરીના ખરેખર આ ભૂમિકા ભજવશે તો બંનેની જોડીની આ પાંચમી ફિલ્મ બનશે. બન્નેએ છેલ્લે ૨૦૨૧૫માં 'બજરંગી ભાઇજાન'માં સાથે કામ કર્યું હતું. સલમાન ખાન આ ફિલ્મનું શૂટિંગ ઓકટોબર-નવેમ્બરમાં શરૂ કરે તેવી શક્યતા.ફિલ્મને ૨૦૨૭ની ઇદના રિલીઝ કરવાની યોજના છે.


