Entertainment

ઓસ્કાર 2026 માટે જાણીતા યુવા એક્ટરની ફિલ્મ શોર્ટલિસ્ટ, કરણ જોહર ખુશખુશાલ!

By GS TEAM
17 Dec 20252 mins read
TukuTouch Logo
98મા એકેડેમી એવોર્ડ્સ(Oscars)માં ભારતીય ફિલ્મ 'હોમબાઉન્ડ'એ મોટી સફળતા હાંસલ કરી છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મને 'બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ' કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ સિદ્ધિથી કરણ જોહર અત્યંત ગર્વ અનુભવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર આ ખાસ ક્ષણને સેલિબ્રેટ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓસ્કાર 2026 માટે જાણીતા યુવા એક્ટરની ફિલ્મ શોર્ટલિસ્ટ, કરણ જોહર ખુશખુશાલ!
(IMAGE - IANS)

Karan Johar's Homebound Shortlisted for Oscars 2026: 98મા એકેડેમી એવોર્ડ્સ(Oscars)માં ભારતીય ફિલ્મ 'હોમબાઉન્ડ'એ મોટી સફળતા હાંસલ કરી છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મને 'બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ' કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ સિદ્ધિથી કરણ જોહર અત્યંત ગર્વ અનુભવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર આ ખાસ ક્ષણને સેલિબ્રેટ કરી રહ્યા છે.

86 દેશોની ફિલ્મો વચ્ચે સ્પર્ધા

16 ડિસેમ્બરના રોજ એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા શોર્ટલિસ્ટ થયેલી ફિલ્મોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ વર્ષે વિશ્વભરમાંથી આ કેટેગરી માટે 86 ફિલ્મો આવી હતી, જેમાંથી માત્ર 15 ફિલ્મોને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે, જેમાં ભારતની 'હોમબાઉન્ડ'ને સ્થાન મળ્યું છે.

હવે આ ફિલ્મની ટક્કર આર્જેન્ટિનાની 'બેલેન', બ્રાઝિલની 'ધ સિક્રેટ એજન્ટ', ફ્રાન્સની 'ઈટ વોઝ જસ્ટ એન એક્સિડન્ટ', જર્મનીની 'સાઉન્ડ ઓફ ફોલિંગ' અને જાપાનની 'કોકુહો' જેવી મજબૂત ફિલ્મો સાથે થશે.

કરણ જોહરની ભાવુક પોસ્ટ

ફિલ્મની સફળતા પર ખુશી વ્યક્ત કરતા કરણ જોહરે લખ્યું કે, 'હું અત્યારે કેટલો ગર્વ અનુભવી રહ્યો છું તે શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. મેં હોમબાઉન્ડની આખી સફર જોઈ છે. ધર્મા પ્રોડક્શનની ફિલ્મોની યાદીમાં આ ફિલ્મનું હોવું અમારા માટે ગર્વની વાત છે. આ સપનું પૂરું કરવા માટે દિગ્દર્શક નીરજ ઘેવાનનો આભાર. કાન(Cannes)થી ઓસ્કર સુધીની આ સફર અદભૂત રહી છે.'

આ પણ વાંચો: રજનીકાંતની જેલર ટુમાં નોરા ફતેહીનું ડાન્સ સોંગ હશે

શું છે ફિલ્મની વાર્તા?

નીરજ ઘેવાનના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ 'હોમબાઉન્ડ'માં ઈશાન ખટ્ટર, વિશાલ જેઠલ અને જ્હાન્વી કપૂર મુખ્ય ભૂમિકામાં છે, જે બે બાળપણના મિત્રોની હૃદયસ્પર્શી સ્ટોરી રજૂ કરે છે. ફિલ્મની વાર્તા ચંદન કુમાર(વિશાલ જેઠલ) અને મોહમ્મદ શોએબ(ઈશાન ખટ્ટર)ના જીવન પર આધારિત છે, જેઓ અનુક્રમે દલિત અને મુસ્લિમ સમુદાયમાંથી આવે છે અને નાનપણથી જ ગરીબી તેમજ સામાજિક ભેદભાવના કડવા અનુભવોમાંથી પસાર થયા છે. 

એક ઉજ્જવળ ભવિષ્યની શોધમાં બંને મિત્રો સાથે મળીને પોલીસ સેવામાં જોડાવાનું સપનું સેવે છે, પરંતુ વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે તેઓ પોતાના આ લક્ષ્યની એકદમ નજીક પહોંચે છે અને સંજોગોવશાત તેમની વર્ષો જૂની અતૂટ મિત્રતામાં તિરાડ પડવા લાગે છે. આ ફિલ્મ અગાઉ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પ્રશંસા મેળવી ચૂકી છે. હવે સૌની નજર ઓસ્કરના ફાઈનલ નોમિનેશન પર ટકેલી છે.