Entertainment

ઝુકેગા નહીં... કાંતારા: 10 વર્ષ જૂની ફિલ્મનો રેકોર્ડ તોડ્યો, 5 દિવસમાં બમણી કમાણી

By GS TEAM
7 Oct 20252 mins read
TukuTouch Logo
સાઉથના સુપરસ્ટાર રિષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા ચેપ્ટર-1'ફિલ્મને દર્શકોનો અપાર પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મ રિલીઝ થતા જ બૉક્સ ઑફિસ પર અંદાજે 11 ફિલ્મોનો રેકોર્ડ તોડી દીધો છે. હવે આ ફિલ્મે વિદેશોમાં ધમાલ મચાવી ફિલ્મના બજેટ કરતા બમણી કમાણી કરી છે. એટલું જ નહીં, 10 વર્ષ પહેલા થયેલી ફિલ્મનો રેકોર્ડ પણ તોડ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઝુકેગા નહીં... કાંતારા: 10 વર્ષ જૂની ફિલ્મનો રેકોર્ડ તોડ્યો, 5 દિવસમાં બમણી કમાણી
Image Source: IANS 

Kantara Chapter 1 Collection: સાઉથના સુપરસ્ટાર રિષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા ચેપ્ટર-1'ફિલ્મને દર્શકોનો અપાર પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મ રિલીઝ થતા જ બૉક્સ ઑફિસ પર અંદાજે 11 ફિલ્મોનો રેકોર્ડ તોડી દીધો છે. હવે આ ફિલ્મે વિદેશોમાં ધમાલ મચાવી ફિલ્મના બજેટ કરતા બમણી કમાણી કરી છે. એટલું જ નહીં, 10 વર્ષ પહેલા થયેલી ફિલ્મનો રેકોર્ડ પણ તોડ્યો છે. 


જૂની ફિલ્મનો તૂટ્યો રેકોર્ડ 

'કાંતારા ચેપ્ટર-1' ફિલ્મના પહેલા દિવસે એટલે કે દશેરાના દિવસે 60 કરોડથી ઓપનિંગ કરનારી ફિલ્મે વર્લ્ડવાઇલ્ડ 125 કરોડની કમાણી કરી ફિલ્મનું બજેટ રિકવર કર્યું છે.  જો કે હવે રિષભ શેટ્ટીની ફિલ્મ બૉક્સ ઑફિસ પર અન્ય ફિલ્મો માટે મોટો પડકાર બની છે. કારણકે 'કાંતારા ચેપ્ટર-1'એ માત્ર 5 દિવસમાં વર્લ્ડવાઈદ 10 વર્ષ જૂની ફિલ્મનો રેકોર્ડ પર તોડ્યો છે અને સાથે બજેટથી બમણી કમાણી કરી છે. 

વિદેશમાં 'કાંતારા ચેપ્ટર-1'ની ધમાકેદાર કમાણી 

'કાંતારા ચેપ્ટર-1'નું પોસ્ટર રિલીઝ થયા પછી ફિલ્મને ઘણી લોકપ્રિયતા મળી રહી છે. ફિલ્મનું ટિઝર રિલીઝ થતા જ ભારત અને વિદેશમાં દર્શકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.આ ફિલ્મ ઓસ્ટ્રેલિયાથી લઈને જર્મની, મલેશિયા, ન્યૂઝીલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમ જેવા દેશોમાં પણ રિલીઝ થઈ હતી. ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સમાં, રિષભ શેટ્ટીની ફિલ્મે $2,411,057 ની કમાણી કરી હતી, જે ભારતીય મુદ્રા અનુસાર રૂ. 21 કરોડ, 39 લાખ થાય છે. 

કેટલી કમાણી કરી ? 

'કાંતારા ચેપ્ટર-1'એ વિદેશમાં જોરદાર કમાણી કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર ફિલ્મે 5 દિવસોમાં જ ગ્લોબલી 362.75 કરોડની કમાણી કરી લીધી છે. ઓવરસીઝ માર્કેટમાં મૂવીનું કલેક્શન રૂ. 55.75 કરોડ સુધી પહોંચ્યું છે. 

10 વર્ષ જૂની ફિલ્મનો રેકોર્ડ તૂટ્યો 

રિષભ શેટ્ટીના દિગદર્શન હેઠળ બનેલી ફિલ્મ 'કાંતારા ચેપ્ટર-1'એ  બેંગ-બેંગ, એક થા ટાઈગર, ધ કશ્મીર ફાઈલ્સ, ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક, ફાઇટર, દ્રશ્યમ અને રાની કી પ્રેમ કહાની જેવી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે, પણ હવે આ ફિલ્મે 10 વર્ષ પહેલા આવેલી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ 'બાજીરાવ-મસ્તાની'નો  ગ્લોબલ બૉક્સ ઑફિસ રેકોર્ડ પણ તોડ્યો છે. જે 355 કરોડ રૂપિયાનો હતો.