Entertainment

કમલ હાસન તથા રજનીકાંતની વધુ એક ફિલ્મની જાહેરાત

By GS TEAM
6 Nov 20251 min read
કમલ હાસન તથા રજનીકાંતની વધુ એક ફિલ્મની જાહેરાત

- જોકે દિગ્દર્શકની પસંદગીથી ચાહકો નારાજ

- રજનીકાંતની ૧૭૩મી ફિલ્મ હોવાથી  હાલ થલાઈવાર૧૭૩ એવું ટાઈટલ અપાયું

મુંબઇ: કમલ હાસને રજનીકાંત સાથે વધુ એક ફિલ્મ 'થલાઈવર ૧૭૩'ની જાહેરાત કરી છે. આ ફિલ્મ રજનીકાંતની ૧૭૩મી ફિલ્મ હશે તેથી તેને હાલ કામચલાઉ આ ટાઈટલ અપાયું છે. 

કમલ હાસને કરેલી જાહેરાત અનુસાર આ ફિલ્મ ૨૦૨૭માં રીલિઝ કરાશે. 

કમલ હાસન જાતે આ ફિલ્મ પ્રોડયૂસ કરી રહ્યો છે.  તેણે દિગ્દર્શક તરીકે સુંદર સી.ની  પસંદગી કરી છે. 

જોકે, સંખ્યાબંધ ચાહકોનો અભિપ્રાય છે કે આ  દિગ્દજોની ફિલ્મનું સુકાન લોકેશ કનગરાજ અથવા  તો નેલ્સન દિલીપકુમારને સોંપવા જેવું હતું. 

કમલ હાસન તથા રજનીકાંત થોડા  સમય પહેલાં જ 'ઠગ લાઈફ' તથા 'કુલી' જેવી ફિલ્મોમાં  સાથે કામ કરી ચૂક્યા છે.