Entertainment

જાહ્નવી કપૂર હવે કેમ કોઈ મલયાલમ પાત્ર નહીં ભજવે? અભિનેત્રીએ પોતે જ જાહેર કર્યું મોટું કારણ

By GS Team
30 May 20262 mins read
TukuTouch Logo
બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે ફિલ્મ 'દેવરા: પાર્ટ 1'થી સાઉથ સિનેમામાં પોતાનું તેલુગુ ડેબ્યૂ કર્યું હતું. જોકે તે હવે હાલમાં કોઈ મલયાલમ ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા નથી રાખી રહી. તેણે તાજેતરમાં જ પોતાની આગામી ફિલ્મો અને ભાષાના પડકારો વિશે ખુલીને વાત કરી છે. વર્ષ 2025માં આવેલી બોલિવૂડ ફિલ્મ 'પરમ સુંદરી'માં મલયાલમ બેકગ્રાઉન્ડ ધરાવતું પાત્ર ભજવ્યા બાદ જાહ્નવીએ સ્વીકાર્યું છે કે આ ભાષા તેના માટે ખૂબ જ પડકારજનક સાબિત થઈ હતી. આ વિશે જાહ્નવીએ કહ્યું કે, "મને નથી લાગતું કે મારે ફરી ક્યારેય મલયાલમ ભાષાનો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે તે મારા માટે ખૂબ જ મુશ્કેલ છે."

Summarized by AI; it may make mistakes. Check important info

જાહ્નવી કપૂર હવે કેમ કોઈ મલયાલમ પાત્ર નહીં ભજવે? અભિનેત્રીએ પોતે જ જાહેર કર્યું મોટું કારણ

Janhvi Kapoor On Malayalam Films: બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે ફિલ્મ 'દેવરા: પાર્ટ 1'થી સાઉથ સિનેમામાં પોતાનું તેલુગુ ડેબ્યૂ કર્યું હતું. જોકે તે હવે હાલમાં કોઈ મલયાલમ ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા નથી રાખી રહી. તેણે તાજેતરમાં જ પોતાની આગામી ફિલ્મો અને ભાષાના પડકારો વિશે ખુલીને વાત કરી છે. વર્ષ 2025માં આવેલી બોલિવૂડ ફિલ્મ 'પરમ સુંદરી'માં મલયાલમ બેકગ્રાઉન્ડ ધરાવતું પાત્ર ભજવ્યા બાદ જાહ્નવીએ સ્વીકાર્યું છે કે આ ભાષા તેના માટે ખૂબ જ પડકારજનક સાબિત થઈ હતી. આ વિશે જાહ્નવીએ કહ્યું કે, "મને નથી લાગતું કે મારે ફરી ક્યારેય મલયાલમ ભાષાનો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે તે મારા માટે ખૂબ જ મુશ્કેલ છે."

ભાષાની સમજ: તમિલ અને તેલુગુ વધુ અનુકૂળ

પોતાની આગામી તેલુગુ ફિલ્મ 'પેદ્દી'ની રિલીઝની રાહ જોઈ રહેલી જાહ્નવી કપૂરે મલયાલમ ભાષાના વખાણ કરતા કહ્યું, "તે ખૂબ જ સુંદર અને મીઠી ભાષા છે. પરંતુ હું ઉચ્ચારણની દ્રષ્ટિએ તમિલ અને તેલુગુ ભાષાઓથી વધુ પરિચિત રહી છું." પ્રાદેશિક સિનેમામાં વધુ કામ કરવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં તેણે ઉમેર્યું, "તેથી જ મને તેલુગુ ફિલ્મોમાં કામ કરવાની ખૂબ મજા આવી રહી છે અને હું આ ક્ષેત્રમાં હજુ વધુ આગળ વધવા માંગું છું."

જાહ્નવી કપૂરના આગામી પ્રોજેક્ટ્સ

જાહ્નવી કપૂર છેલ્લે શશાંક ખેતાન દ્વારા ડાયરેક્ટ કરાયેલી બોલિવૂડ ફિલ્મ 'સન્ની સંસ્કારી કી તુલસી કુમારી'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેની સાથે વરુણ ધવન, રોહિત સરાફ, સાન્યા મલ્હોત્રા, મનીષ પૉલ અને અક્ષય ઓબેરોય જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા.

બીજી તરફ, જાહ્નવીની આગામી મોસ્ટ અવેટેડ સાઉથ ફિલ્મ ‘પેદ્દી' આગામી June 4ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે ગ્લોબલ સ્ટાર રામ ચરણ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં બોમન ઈરાની, શિવા રાજકુમાર, જગપતિ બાબુ અને દિવ્યેન્દુ જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્ત્વના રોલમાં છે.