Entertainment

એડલ્ટ સાઇટ પર વાઈરલ થઈ હતી જ્હાન્વી કપૂરની તસવીરો, અભિનેત્રી ખુદ જોઇને ચોંકી!

By GS Team
5 Apr 20262 mins read
TukuTouch Logo
બોલીવુડ અભિનેત્રી જ્હાન્વી કપૂરે તાજેતરમાં પોતાની જિંદગીના એક અત્યંત આઘાતજનક કિસ્સાનો ખુલાસો કર્યો છે. રાજ શમાની સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું કે જ્યારે તે માત્ર 15 વર્ષની હતી અને સ્કૂલમાં ભણતી હતી ત્યારે તેણે એક એડલ્ટ વેબસાઇટ પર પોતાની મોર્ફ કરેલી (એડિટ કરેલી) તસવીરો જોઈ હતી. આ ઘટનાએ તેને અંદરથી હચમચાવી દીધી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

એડલ્ટ સાઇટ પર વાઈરલ થઈ હતી જ્હાન્વી કપૂરની તસવીરો, અભિનેત્રી ખુદ જોઇને ચોંકી!

Janhvi Kapoor Deepfake Controversy : બોલીવુડ અભિનેત્રી જ્હાન્વી કપૂરે તાજેતરમાં પોતાની જિંદગીના એક અત્યંત આઘાતજનક કિસ્સાનો ખુલાસો કર્યો છે. રાજ શમાની સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું કે જ્યારે તે માત્ર 15 વર્ષની હતી અને સ્કૂલમાં ભણતી હતી ત્યારે તેણે એક એડલ્ટ વેબસાઇટ પર પોતાની મોર્ફ કરેલી (એડિટ કરેલી) તસવીરો જોઈ હતી. આ ઘટનાએ તેને અંદરથી હચમચાવી દીધી હતી.

IT ક્લાસમાં કેટલાક છોકરાઓ એડલ્ટ સાઈટ જોતા હતા : જ્હાન્વી કપૂર

જ્હાન્વીએ તે ભયાનક અનુભવ યાદ કરતા કહ્યું કે સ્કૂલમાં આઈટી ક્લાસ દરમિયાન કેટલાક છોકરાઓ મજાક માટે આવી સાઇટ્સ જોતા હતા અને ત્યાં અચાનક પોતાની તસવીરો જોઈને તે દંગ રહી ગઈ હતી. તે સમયે આ બધું સમજવું અને તેની સામે લડવું તેના માટે ઘણું મુશ્કેલ હતું.

આ પણ વાંચો : હવે આખી ફિલ્મ જ AI થકી બની જશે, જાણો આગામી સિનેમા ક્રાંતિના સારા-નબળા પાસાં

હજુ પણ મારી નકલી તસવીરો વાયરલ : અભિનેત્રી ચિંતિત

અભિનેત્રીએ વધુમાં ચિંતા વ્યક્ત કરી કે, આજે પણ AI અને ડીપફેક ટેકનોલોજી દ્વારા તેની નકલી તસવીરો સોશિયલ મીડિયા અને ન્યૂઝ પોર્ટલ્સ પર વાયરલ કરવામાં આવે છે. આ તસવીરોમાં તેને એવા કપડાં કે પોઝમાં બતાવવામાં આવે છે જે તેણે ક્યારેય પહેર્યા નથી.

‘મારા કામ અને ઈમેજ પર ખરાબ અસર પડી રહી છે’

જ્હાન્વીએ સ્વીકાર્યું કે, આ બાબત તેના કામ અને ઈમેજ પર પણ ખરાબ અસર પાડે છે. તેને ડર છે કે ભવિષ્યમાં કોઈ ડિરેક્ટર આ નકલી ફોટાને સાચા માનીને તેને બોલ્ડ આઉટફિટ્સ માટે દબાણ કરી શકે છે. એક સ્ટાર કિડ હોવાના કારણે નાનપણથી જ લોકોની નજરમાં રહેલી જાહ્નવી માટે આ માનસિક દબાણ આજે પણ યથાવત છે.

આ પણ વાંચો : સાઇ પલ્લવી અને વિજય સેતુપતિની જોડી આગામી ફિલ્મમાં જોવા મળશે