Entertainment

ઈશાન ખટ્ટર, વિશાલ જેઠવાની હોમબાઉન્ડ ઓસ્કરમાં શોર્ટલિસ્ટ

By GS TEAM
18 Dec 20251 min read
ઈશાન ખટ્ટર, વિશાલ જેઠવાની હોમબાઉન્ડ ઓસ્કરમાં શોર્ટલિસ્ટ

- કરણ જોહર, નીરજ ઘાયવાને ખુશી વ્યક્ત કરી

- 15 શોર્ટ લિસ્ટ થયેલી ફિલ્મોમાં સ્થાન, હવે જાન્યુઆરીમાં નોમિનેશન્સ જાહેર થશે

મુંબઇ : ઈશાન ખટ્ટર, વિશાલ જેઠવા  તથા જાહ્નવી  કપૂરની ફિલ્મ 'હોમ બાઉન્ડ' ઓસ્કર માટે શોર્ટ લિસ્ટ થઈ છે.  કરણ જોહરે  પ્રોડયૂસ કરેલી અને નીરજ ઘાયવાન દ્વારા  દિગ્દર્શિત આ ફિલ્મમાં બે મિત્રો  મોહમ્મદ  શોએબ અને ચંદન કુમારની વાર્તા છે. જે પોતાના ગામના સામાજિક ભેદભાવ જોઇને તેમાંથી બહાર નીકળવાની કોશિશ કરે છે. પોલીસમાં કારકિર્દી બનાવવાનું તેમનું શમણું હોય છે.'હોમ બાઉન્ડ' અગાઉ કાન ફિલ્મ ફેસ્ટિવલ સહિતના આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પ્રશંસા મેળવી ચૂકી છે. ઓસ્કરની ૧૫ શોર્ટલિસ્ટેડ ફિલ્મોની યાદીમાં સામેલ થયેલી અન્ય ફિલ્મોમાં આર્જેન્ટિનાની 'બેલેન', બ્રાઝિલની 'ધી સિક્રેટ એજન્ટ', ફ્રાંસની 'ઈટ વોઝ જસ્ટ એન એક્સિડન્ટ', જર્મનીની 'સાઉન્ડ ઓફ ફોલિંગ' તથા ઈરાકની 'ધી પ્રેસીડેન્ટ'સ કેક'નો સમાવેશ થાય છે. આ ઉપરાંત જાપાનની 'કોકુહો', જોર્ડનની 'ઓલ ધેટ લેફ્ટ ઓફ યુ', 'નોર્વેની 'સેન્ટિમેન્ટલ વેલ્યુ', પેલેસ્ટાઈનની 'પેલેસ્ટાઈન ૩૬',  સાઉથ કોરિયાની 'નો અધર ચોઈસ', સ્પેનની 'સિરાટ',  સ્વિર્ત્ઝલેન્ડની 'લેટ શિફ્ટ' તાઈવાનની 'લેફ્ટ હેન્ડેડ ગર્લ' તથા ટયુનિશિયાની 'ધી વોઈસ ઓફ  હિંદ રજબ'નો સમાવેશ થાય છે. 

કરણ જોહર, ઘાયવાન સહિત સમગ્ર ફિલ્મની ટીમે ઓસ્કરમાં શોર્ટલિસ્ટ થવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. 

હવે ઓસ્કરનાં નોમિનેશન્સ આગામી ૨૨મી જાન્યુઆરીએ જાહેર કરાશે. તે પછી તા. ૧૫મી માર્ચે ઓસ્કરની ફાઈનલ જાહેરાત થશે.