Entertainment

સ્પેનિશ ફ્રેન્ચાઇઝ કલ્પેબલના ભારતીય વર્ઝનમાં ઇશાન ખટ્ટરની હીરો તરીકે ચર્ચા

By GS Team
28 Aug 20261 min read
TukuTouch Logo
પ્રાઈમ વીડિયો દ્વારા લોકપ્રિય સ્પેનિશ રોમાંસ ફ્રેન્ચાઈઝી 'કલ્પેબલ'નું ભારતીય વર્ઝન બનશે. યુથ-સેન્ટ્રિક રોમેન્ટિક ટ્રાયોલોજી હિન્દીમાં રજૂ થશે, જેમાં ઈશાન ખટ્ટર હીરો તરીકે પ્રબળ દાવેદાર છે. મર્સિડીઝ રોનની બેસ્ટસેલિંગ ટ્રાયોલોજી પર આધારિત આ સિરીઝ ભારતીય દર્શકો માટે મુંબઈમાં બની રહી છે. જોકે, હીરોઈન અને નિર્દેશકના નામ હજુ જાહેર થયા નથી, અને વાર્તામાં ફેરફાર શક્ય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્પેનિશ ફ્રેન્ચાઇઝ કલ્પેબલના ભારતીય વર્ઝનમાં ઇશાન ખટ્ટરની હીરો તરીકે ચર્ચા
  • હવે યુથ સેન્ટ્રિક રોમાન્ટિક ટ્રાયોલોજી હિન્દીમાં
  • ઓરિજિનલ કલ્પેબલ ફ્રેન્ચાઇઝ મર્સિડિઝ રોનની બેસ્ટસેલિંગ ટ્રાયોલોજી પર આધારીત

મુંબઈ : પ્રાઇમ વિડિયો દ્વારા લાકપ્રિય સ્પેનિશ યંગ એડલ્ટ રોમાન્સ ફ્રેન્ચાઇઝ કલ્પેબલનું ભારતીય વર્ઝન બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ભારતીય દર્શકો માટે બનાવવામાં આવી રહેલી ત્રણ ભાગની સિરિઝમાં હીરો તરીકે ઇશાન ખટ્ટરનું નામ ચર્ચામાં મોખરે છે. અલબત્ત પ્રાઇમ વિડિયો દ્વારા પ્રોડકશન હાઉસથી માંડી હિરોઇન અને નિર્દેશકના નામ નક્કી કરવામાં આવ્યા નથી. એ પણ સ્પષ્ટ નથી કે ભારતીય સ્ટોરી સ્પેનિશ સ્ટોરીની બેઠી નકલ હશે કે તેમાં ફેરફાર કરવામાં આવશે. ઇશાન ખટ્ટરે૨૦૨૫માં આવેલી રોયલ્સમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
૨૦૨૩માં કલ્પા મિયા સાથે ઓરિજિનલ ફ્રેન્ચાઇઝનો પ્રથમ ભાગ રજૂ થયો હતો. એ પછી તેના બીજા બે ભાગ આવ્યા હતા. આ સિરિઝ મર્સિડિઝ રોનની બેસ્ટ સેલિંગ કલ્પેબલ ટ્રાયોલોજી પર આધારીત હતી.
ભારતીય વર્ઝનમાં તેને સ્થાનિક સેટિંગમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.