પ્રીતિ ઝિન્ટાના પ્રેમમાં પાગલ થઈ ગયો તો વિદેશી ક્રિકેટર? ડેટિંગ-અફેર અંગે મૌન તોડ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Brett Lee On Dating Rumours with Preity Zinta: શોબિઝ અને ક્રિકેટની દુનિયા વચ્ચે ઘેરો સંબંધ રહ્યો છે. અવારનવાર અનેક હસીનાઓના નામ ક્રિકેટરો સાથે જોડાઈ ચૂક્યા છે. બોલિવૂડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટાની પણ એક સમયે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લી સાથે લિંક-અપની ખબરોએ જોર પકડ્યું હતું. હવે વર્ષો પછી બ્રેટ લીએ પ્રીતિ સાથેના અફેરના અહેવાલો પર મૌન તોડ્યું છે અને હકીકત જણાવી છે.
વાસ્તવમાં બ્રેટ લીએ પોતાના IPL કરિયરની શરૂઆત પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિંગ્સથી કરી હતી. ત્યારબાદ તે કોલકાતા નાઈટ રાઈડર્સનો હિસ્સો બન્યો હતો. બ્રેટ લી જ્યારે પંજાબ કિંગ્સ ટીમનો હિસ્સો હતો, ત્યારે તે ઘણીવાર પ્રીતિ ઝિન્ટા સાથે જોવા મળતો હતો, જેના પછી બંને વચ્ચેના અફેરની અફવાઓ વહેતી થઈ હતી. તે સમયે તેમના બોન્ડિંગની પણ ભારે ચર્ચા થતી હતી.
મેં ક્યારેય કોઈ બોલિવૂડ એક્ટ્રેસને ડેટ નથી કરી
પરંતુ હવે વર્ષો પછી બ્રેટ લીએ પ્રીતિ ઝિન્ટા સાથે પોતાના અફેરના અહેવાલો પર પ્રતિક્રિયા આપી છે. એક ઈન્ટરવ્યુમાં બ્રેટ લીએ પ્રીતિ ઝિન્ટા સાથે ડેટિંગના અહેવાલોને ખોટા ગણાવ્યા છે. બ્રેટ લીએ કહ્યું કે, 'મેં ક્યારેય કોઈ બોલિવૂડ એક્ટ્રેસને ડેટ નથી કરી.'
પ્રીતિ ઝિન્ટા સાથે ડેટિંગના અહેવાલો અંગે બ્રેટ લીએ જણાવ્યું કે, 'મેં ક્યારેય કોઈ બોલિવૂડ એક્ટ્રેસને ડેટ નથી કરી. પ્રીતિ ઝિન્ટા અને હું સારા મિત્રો હતા અને આજે પણ છીએ. જ્યારે હું કિંગ્સ ઈલેવન પંજાબ માટે રમતો હતો, ત્યારે હું પ્રીતિ ઝિન્ટાને ખૂબ સારી રીતે ઓળખવા લાગ્યો હતો.'
બ્રેટ લી એ પ્રીતિના કર્યા વખાણ
પ્રીતિના વખાણ કરતાં તેણે કહ્યું કે, તે ભારતમાં મારા સૌથી નજીકના મિત્રોમાંથી એક છે. તે સમયે તે પંજાબ ટીમની બોસ હતી. તે એક ખૂબ જ સમજદાર મહિલા છે અને મારા મનમાં તેમના પ્રત્યે ખૂબ જ સન્માન છે. બ્રેટ લીએ એ પણ સ્પષ્ટ કર્યું કે, આ અફવાઓથી હું ક્યારેય પરેશાન નથી થયો, કારણ કે હું હંમેશાં સત્ય જાણતો હતો.
બ્રેટ લી ની પર્સનલ લાઈફ
બ્રેટ લીની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેણે વર્ષ 2006માં એલિઝાબેથ કેમ્પ સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેને એક દીકરો છે. જોકે, બે વર્ષ પછી બંને અલગ થઈ ગયા હતા અને વર્ષ 2009માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ વર્ષ 2014માં તેમણે લાના એન્ડરસન સાથે બીજા લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે બાળકો છે.
પ્રીતિ ઝિન્ટાની પર્સનલ લાઈફ
બીજી તરફ, પ્રીતિ ઝિન્ટાએ 2016માં લોસ એન્જલસમાં જીન ગુડઇનફ સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી 2021માં કપલે સરોગસી દ્વારા જોડિયા બાળકોનું સ્વાગત કર્યું હતું.









