'હવે ચૂપ નહીં રહું...': દિશા સાલિયાન કેસમાં CBI FIR બાદ ભડક્યો જાણીતો અભિનેતા, આપ્યું મોટું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Disha Salian Case: બોલિવૂડ એક્ટર સૂરજ પંચોલી તાજેતરમાં ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમનું નામ સેલિબ્રિટી મેનેજર દિશા સાલિયાનના સુસાઈડ કેસ સાથે જોડવામાં આવ્યું. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ તાજેતરમાં દિશા સાલિયાનના 2020માં થયેલા મોતની તપાસ શરૂ કરવા માટે FIR નોંધી છે.
આ લોકો વિરુદ્ધ નોંધાઈ FIR
સોમવારે દિશાના પિતાના વકીલ નીલેશ ઓઝાએ જણાવ્યું કે, સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોતના મામલામાં CBI દ્વારા નોંધવામાં આવેલી FIRમાં શિવસેના-UBT નેતા આદિત્ય ઠાકરે, સૂરજ પંચોલી, રોહન રોય, રિયા ચક્રવર્તી અને પરમબીર સિંહના નામ સામેલ છે.
સૂરજ પંચોલીએ મૌન તોડ્યું
આ વિવાદ વચ્ચે સૂરજ પંચોલીએ મૌન તોડતા એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. એક્ટરે પોતાની પોસ્ટમાં કહ્યું છે કે તેઓ, હું દિશાને ક્યારેય નહોતો મળ્યો અને તેમના કેસ સાથે મારે કોઈ લેવાદેવા નથી.
તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી, અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સ અને નિવેદનો દ્વારા સ્વર્ગસ્થ દિશા સાલિયાનના દુઃખદ મોત સાથે જોડાયેલા વિવાદમાં મારું નામ ઢસેડવામાં આવી રહ્યું છે. હું આ વાત ભારપૂર્વક અને ખૂબ જ સ્પષ્ટપણે કહેવા માંગુ છું. હું મારી જિંદગીમાં ક્યારેય પણ સ્વર્ગસ્થ દિશા સાલિયાનને ન તો પ્રત્યક્ષ રીતે કે ન તો કોઈ અન્ય રીતે મળ્યો છું. હું આદિત્ય ઠાકરેને પણ મારી જિંદગીમાં ક્યારેય નથી મળ્યો! સાચું કહું તો, મારું નામ આવા કેસમાં ઢસેડવામાં આવવું ખૂબ જ ખોટું અને અત્યંત પરેશાન કરનારું છે, જેની સાથે મારે કોઈ લેવાદેવા નથી, ખાસ કરીને ત્યારે જ્યારે મને આ મામલા સાથે જોડતો કોઈ પુરાવો કે પ્રમાણ જ નથી."
અભિનેતાએ આગળ કહ્યું કે, 'હું લાંબા સમય સુધી ચૂપ રહ્યો કારણ કે, હું મારા વિશે લખાયેલા દરેક રિપોર્ટ કે દરેક સ્ટોરીનો જવાબ આપવા નહોતો માંગતો. પરંતુ મારી પાસે છુપાવવા માટે કંઈ પણ નથી! જો કોઈ તપાસ એજન્સીને લાગે છે કે તેમણે મારી ફરી પૂછપરછ કરવી છે કે મારી પાસેથી વધુ માહિતી જોઈએ છે, તો હું સંપૂર્ણ રીતે સહયોગ કરવા અને કોઈ પણ તપાસ માટે ઉપલબ્ધ રહેવા તૈયાર છું. હું બસ એટલું જ ઈચ્છું છું કે મારું નામ આવી કોઈ બાબતમાં ઢસેડતા પહેલા તથ્યોની તપાસ કરી લેવામાં આવે. હું સ્વર્ગસ્થ દિશા સાલિયાનના દુર્ભાગ્યપૂર્ણ મોત સાથે જોડાયેલી પરિસ્થિતિઓની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની CBI તપાસનું પૂરજોશમાં સમર્થન કરું છું.'
એક્ટરે લોકોને કરી આ અપીલ
તેણે આગળ કહ્યું કે, 'જે લોકો આ વાંચી રહ્યા છે, તેમને વિનંતી છે કે તેઓ સોશિયલ મીડિયા પર દેખાતી દરેક વાત પર વિશ્વાસ ન કરે! હેડલાઈન કોઈ પુરાવો નથી હોતી. ચર્ચા કોઈ પુરાવો નથી હોતી. મને કાયદા પર ભરોસો છે, તપાસ એજન્સીઓ પર ભરોસો છે અને મને વિશ્વાસ છે કે સત્ય સામે આવશે, જય હિંદ.'
કેવી રીતે થયું હતું દિશાનું મોત?
એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરી ચૂકેલા દિશાનું મોત 9 જૂન, 2020ના રોજ વહેલી સવારે મલાડ સ્થિત એક ઈમારતના 12મા માળેથી પડવાથી થયું હતું. માલવણી પોલીસે આ ઘટના અંગે એક્સિડેન્ટલ ડેથ (અકસ્માતે મોત)નો રિપોર્ટ નોંધ્યો હતો અને તેને આત્મહત્યા ગણાવી હતી.




