'દરેક ચેનલ પર મારી મજાક ઉડાવાતી હતી': નેગેટિવ ઈમેજ અને ડાઉનફોલ પર છલકાઈ સલમાન ખાનની પીડા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Salman Khan Recalls Image Transformation: બિગ બોસ 20ના 'વીકેન્ડ કા વાર'ના તાજેતરના એપિસોડમાં સલમાન ખાને પોતાની અંગત જિંદગી, સંબંધો અને કરિયરના મુશ્કેલ તબક્કા વિશે ખુલીને વાત કરી છે. તેણે જણાવ્યું કે ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' પછી લોકોએ તેના અંગત જીવન અને સંબંધોને લઈને અનેક પ્રકારની વાતો કરી હતી.
મીડિયામાં ઊભી થઈ હતી નકારાત્મક છબી
કાઝી તૌકીર સાથે વાત કરતી વખતે સલમાને યાદ કર્યું કે કેવી રીતે ટીવી શો 'દસ કા દમ'થી થયેલા તેના ટેલિવિઝન ડેબ્યૂએ લોકો વચ્ચે તેની છબી સંપૂર્ણપણે બદલી નાખી હતી. સલમાને કહ્યું કે આ શોના માત્ર એક જ એપિસોડ પછી મીડિયામાં તેના વિશે ઊભી થયેલી નકારાત્મક ઈમેજ સાફ થઈ ગઈ હતી. બિગ બોસ 20ના સ્પર્ધકો સાથે પોતાનો અંગત અનુભવ શેર કરતાં સલમાને કહ્યું,
"‘મૈંને પ્યાર કિયા’, આ કામ, તે કામ... પછી હું ટેલિવિઝન પર આવ્યો. તે સમયે મારી વિરુદ્ધ ચારેય તરફ ભારે નેગેટિવિટી ફેલાયેલી હતી—કોર્ટ કેસથી લઈને અંગત સંબંધો અને ફિલ્મો સુધી, દરેક બાબતને લઈને મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો હતો."
પહેલાં ટીવી શો કરવા નહોતો માંગતો સલમાન ખાન
સલમાન ખાને ખુલાસો કર્યો કે જ્યારે આટલી બધી નકારાત્મકતા ચાલી રહી હતી ત્યારે તેને 'દસ કા દમ' શો ઓફર થયો હતો, પરંતુ તે શરૂઆતમાં તે કરવા તૈયાર નહોતો. સલમાને જણાવ્યું,
"હું આ શો કરવા નહોતો માંગતો કારણ કે મારી વિરુદ્ધ ખૂબ નકારાત્મક માહોલ હતો. કોઈ પણ અખબાર ખોલો કે ટીવી ચેનલ જુઓ, દરેક જગ્યાએ મારી મજાક ઉડાવીને મને નિશાન બનાવવામાં આવી રહ્યો હતો."
પિતા સલીમ ખાનની એક સલાહે બદલી નાખી જિંદગી
આ વિષમ પરિસ્થિતિમાં સલમાને પોતાના પિતા સલીમ ખાનની સલાહ લીધી હતી. પિતાએ સવાલો પૂછીને માર્ગદર્શન આપ્યું:
- સલીમ ખાને પૂછ્યું: "શું તને તારા પર અને તારા ઉછેર પર ભરોસો છે?"
- સલમાને 'હા' માં જવાબ આપ્યો.
- ત્યારે સલીમ ખાને કહ્યું: "જો તને તારા પર અને તારે ઉછેર પર પૂરો વિશ્વાસ હોય તો તું ‘દસ કા દમ’ શો ચોક્કસ કર અને વાસ્તવિક જીવનમાં તું જેવો છે, બિલકુલ તેવો જ કેમેરા સામે રહે."
કેવી રીતે બદલાયો લોકોનો નજરિયો?
શોથી પોતાની પબ્લિક ઈમેજ પર પડેલા પ્રભાવને યાદ કરતાં સલમાને કહ્યું, "મીડિયામાં મારી જે ખરાબ છબી ઊભી કરવામાં આવી હતી, તે માત્ર એક જ એપિસોડમાં ધોવાઈ ગઈ." લોકોએ તેને ફક્ત ફિલ્મોના પાત્રોના આધારે માપવાનું બંધ કર્યું અને રિયલ લાઇફ સલમાન ખાનને ઓળખવાનું શરૂ કર્યું. જોકે, તેણે એમ પણ ઉમેર્યું કે આ પછી પણ તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, જેનો તેણે મક્કમતાથી સામનો કર્યો હતો.




