Entertainment
હેરાફેરી થ્રી સાથે મારે લેવાદેવા નથી, ફિલ્મનું ભાવિ અનિશ્ચિત: પ્રિયદર્શન
By GS Team
1 Jul 20262 mins read
મુંબઈ: ફિલ્મ નિર્દેશક પ્રિયદર્શને સ્પષ્ટતા કરી છે કે તેઓ 'હેરાફેરી 3' સાથે સંકળાયેલા નથી. કાનૂની અને અંગત અવરોધોને કારણે ફિલ્મ બનશે કે કેમ તે અનિશ્ચિત છે. જોકે, નિર્માતા ફિરોઝ નડિયાદવાલાનો દાવો છે કે ફિલ્મની યોજના યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. પ્રિયદર્શન 2000ની 'હેરાફેરી'ના નિર્દેશક હતા.
Summarized by AI; it may make mistakes. Check important info

- ફિલ્મ આડે અનેક કાનૂની અને વ્યક્તિગત અવરોધો છે
જોકે, ફિલ્મ પ્રગતિના પંથે હોવાનો નિર્માતા ફિરોઝ નડિયાદવાલાનો દાવો
મુંબઈ : ફિલ્મ નિર્દેશક પ્રિયદર્શને સ્પષ્ટતા કરી છે કે તેઓ 'હેરાફેરી થ્રી' સાથે કોઇ રીતે સંકળાયેલાં નથી અને કાનૂની વિવાદો તથા અન્ય બાબતો જોતાં આ ફિલ્મ બનશે કે કેમ તે અનિશ્ચિત છે. જો કે , નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ જણાવ્યું હતું કે ફિલ્મની યોજના યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.
એક મુલાકાતમાં નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ પ્રિયદર્ષન વિશેની અટકળો અંગે જણાવ્યું હતું કે પ્રિયદર્શન ફિલ્મ સાથે સંકળાયેલા નથી. પણ ફિલ્મ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. પણ તેમણે ફિલ્મના શૂટિંગ અને તેને રજૂ કરવાની તારીખ વિશે કશું જણાવ્યું નહોતું. દરમ્યાન પ્રિયદર્શને જણાવ્યું હતું કે ફિરોઝ જે કહે છે તે સાચું છે. હું હાલ 'હેરાફેરી થ્રી' સાથે સંકળાયેલો નથી. પણ મારી જાણ મુજબ કાનુની અવરોધો અને અંગત સમસ્યાઓને કારણે 'હેરાફેરી થ્રી' કદી બનીને રજૂ થઇ શકશે નહીં. હું તેની સાથે સંકળાયેલો હોઉં કે નહીં તેનું કશું મહત્વ નથી.
૨૦૦૦ની સાલમાં આવેલી 'હેરાફેરી'નું નિર્દેશન પ્રિયદર્શને કર્યું હતું. એ પછી ૨૦૦૬માં આવેલી ફિર 'હેરાફેરી'નું નિર્દેશન નીરજ વોરાએ કર્યું હતું જ્યારે ૨૦૧૮માં 'હેરાફેરી થ્રી'ના નિર્દેશક તરીકે ઇન્દ્ર કુમારના નામની જાહેરાત કરવામાં આવી હતી.
પણ બાદમાં તે પ્રોજેક્ટમાંથી નીકળી ગયા હતા. તે પછી અટકળો ચાલી હતી કે પ્રિયદર્શન 'હેરાફેરી થ્રી'નું નિર્દેશન કરવા પાછાં ફરશે. પણ હવે કશું નક્કી જણાતું નથી.