Entertainment

'પ્રેગ્નન્સીમાં મારું વજન 11 કિલો વધી ગયું છે' : સામંથા

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ હાલ માતૃત્વનો આનંદ માણી રહ્યા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે 'આસ્ક મી એનીથિંગ' સેશન યોજી, પ્રેગ્નેન્સીના અનુભવો શેર કર્યા. સામંથાએ જણાવ્યું કે તેમનું વજન 11 કિલો વધ્યું છે અને તેઓ 'મોમ બ્રેઈન' તબક્કાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમણે વિયેતનામમાં બેબીમૂન વેકેશનની તસવીરો પણ શેર કરી, જેમાં તેમનો પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ દેખાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'પ્રેગ્નન્સીમાં મારું વજન 11 કિલો વધી ગયું છે' : સામંથા
  • અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર યાદો શેર કરી

મુંબઈ : તેલુગુ સિનેમાની લોકપ્રિય અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ હાલમાં પોતાના કામમાંથી બ્રેક લઈને માતૃત્વના આ સુંદર તબક્કાનો આનંદ માણી રહી છે. તાજેતરમાં સામંથાએ ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે એક ખાસ 'આસ્ક મી એનીથિંગ' સેશન યોજ્યું હતું, જ્યાં ચાહકોએ તેમની પ્રેગ્નન્સી અને માતા બનવાના અનુભવો વિશે અનેક સવાલો પૂછયા હતા, જેમાં સામંથાએ ખૂબ જ સુંદર અને નિખાલસ જવાબો આપ્યા હતા. સામંથાએ જણાવ્યું કે તેઓ આ સુંદર પ્રવાસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ સેશન દરમિયાન સામંથાને પૂછાયું કે, ન્યૂ મોમ, તમે કેવું અનુભવી રહ્યા છો? આ સવાલના જવાબમાં એક ચાહકે લખ્યું કે તેનું વજન વધી રહ્યું છે, જેના પર સામંથાએ હસીને કહ્યું કે, હું તમારી લાગણી સમજી શકું છું, મારું વજન પણ અત્યાર સુધીમાં ૧૧ કિલો વધી ગયું છે. અન્ય એક ચાહકે જ્યારે 'મોમ બ્રેઈન' એટલે કે વાક્ય શરૂ કરીને ભૂલી જવા વિશે વાત કરી, ત્યારે સામંથાએ ઉત્સાહપૂર્વક લખ્યું કે તેઓ પણ આ તબક્કાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
સામંથા અને દિગ્દર્શક રાજની પ્રેમ કહાની અને લગ્નની વિગતો પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. સામંથાના લગ્ન અગાઉ ૨૦૧૭ થી ૨૦૨૧ દરમિયાન અભિનેતા નાગા ચૈતન્ય સાથે થયા હતા, જ્યારે રાજના લગ્ન અગાઉ શ્યામલી ડી સાથે થયા હતા. સામંથા અને રાજે અગાઉ 'ધ ફેમિલી મેન સીઝન ૨' અને 'સિટાડેલ : હની બની' માં સાથે કામ કર્યા પછી ૨૦૨૩ની આસપાસ ડેટિંગની અફવાઓ શરૂ થઈ હતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૫માં, સામંથા અને રાજે કોઈમ્બતુરના ઈશા યોગ કેન્દ્રમાં પરંપરાગત યોગિક વિધિ દ્વારા પોતાના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા.
માતૃત્વ વિશે વાત કરતા સામંથાએ ઉમેર્યું કે તેઓ આ સુંદર પ્રક્રિયાથી અત્યંત સશક્ત અનુભવી રહ્યા છે, જ્યારે અગાઉ તેઓ વિચારતા હતા કે કદાચ તેઓ ખૂબ નર્વસ થઈ જશે. સામંથાએ તાજેતરમાં વિયેતનામમાં તેમના બેબીમૂન વેકેશનની સુંદર તસવીરો પણ શૅર કરી છે, જેમાં તેમનો પ્રેગ્નન્સી ગ્લો અને ક્યૂટ બેબી બમ્પ જોઈને ચાહકો તેના પર સતત પ્રેમ વરસાવી રહ્યા છે.