હૃતિક રોશન અને સબા આઝાદનું બ્રેકઅપ? ડેટિંગ એપ પર એક્ટરની પ્રોફાઇલ વાઈરલ થતાં બોલિવૂડમાં ચર્ચા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hrithik Dating App Sparks Breakup: બોલિવૂડ સુપરસ્ટાર હૃતિક રોશન અને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ વચ્ચેના સંબંધોને લઈને ફરી એકવાર બ્રેકઅપની ચર્ચાઓ જોર પકડી રહી છે. સેલિબ્રિટીઝ માટેની જાણીતી અને એક્સક્લુઝિવ ડેટિંગ એપ ‘રાયા’ પર હૃતિક રોશનની કથિત પ્રોફાઇલના સ્ક્રીનશોટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ વિવાદે મોટું રૂપ ધારણ કર્યું છે. આ વાયરલ પ્રોફાઇલના બાયોમાં ‘એક્ટર / પ્રોડ્યુસર / એન્ટરપ્રિન્યોર’ લખેલું જોવા મળે છે, જેના કારણે ફેન્સ માની રહ્યા છે કે હૃતિક ફરી સિંગલ થઈ ગયો છે.
ઉર્વશી રૌતેલાના દાવાથી અફવાઓને મળ્યું બળ
હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ પણ એક ઇન્ટરવ્યુ દરમિયાન દાવો કર્યો હતો કે તેણે સેલિબ્રિટી ડેટિંગ એપ ‘રાયા’ પર હૃતિક રોશન અને આદિત્ય રોય કપૂર બંનેની પ્રોફાઇલ્સ જોઈ હતી. જોકે, ઉર્વશીના આ નિવેદનનો સીધો સંબંધ હૃતિકના રિલેશનશિપ સ્ટેટસ સાથે નહોતો, પરંતુ વાયરલ થયેલા સ્ક્રીનશોટ્સ અને ઉર્વશીના આ દાવા બાદ સોશિયલ મીડિયા પર બંનેના અલગ થવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.
બ્રેકઅપના અહેવાલો પર હૃતિક-સબાનું મૌન
સોશિયલ મીડિયા પર સતત ચાલી રહેલી અટકળો છતાં હૃતિક રોશન કે સબા આઝાદ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે સ્પષ્ટતા કરવામાં આવી નથી. હૃતિક પોતાની પર્સનલ લાઇફને ખાનગી રાખવા માટે જાણીતો છે અને તે સામાન્ય રીતે અંગત જીવન પર ટીપ્પણી કરવાનું ટાળતો હોય છે. બીજી તરફ કેટલાક યુઝર્સનું માનવું છે કે આ કોઈ જૂનું એકાઉન્ટ હોઈ શકે છે અથવા પ્રોફેશનલ નેટવર્કિંગ માટે વાપરવામાં આવતું હોઈ શકે છે.

17 વર્ષનો છે બંને વચ્ચે ઉંમરનો તફાવત
હૃતિક રોશન અને સબા આઝાદના ડેટિંગના સમાચારો સૌપ્રથમ ફેબ્રુઆરી 2022માં સામે આવ્યા હતા, જ્યારે બંને ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા. ત્યાર પછી સબા ઘણીવાર હૃતિકના પરિવાર સાથે પણ જોવા મળી હતી અને કરણ જોહરના 50મા જન્મદિવસની પાર્ટીમાં પણ બંનેએ સાથે એન્ટ્રી કરી હતી.
- હૃતિક રોશનની ઉંમર 48 વર્ષ છે, જ્યારે સબા આઝાદ 31 વર્ષની છે; બંને વચ્ચે લગભગ 17 વર્ષનો મોટો તફાવત છે.
- ઉલ્લેખનીય છે કે હૃતિકના પ્રથમ લગ્ન સુઝેન ખાન સાથે થયા હતા અને વર્ષ 2014માં બંનેએ છૂટાછેડા લીધા હતા. તેઓને રેહાન અને રિદાન નામના 2 પુત્રો છે. છૂટાછેડા બાદ સુઝેન ખાન અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે.
હાલ પૂરતું ડેટિંગ એપ પર વાયરલ પ્રોફાઇલના કારણે આ હાઈ-પ્રોફાઇલ કપલનું બ્રેકઅપ થયું છે કે નહીં તે અંગે બોલિવૂડ કોરિડોરમાં ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે.









