10 વર્ષ નાની અભિનેત્રીની તસવીર પર હની સિંહની 'અશ્લીલ' કોમેન્ટ, યુઝર્સે કહ્યું- તમારાથી આવી આશા નહોતી
Honey Singh controversy: રેપર-ગાયક યો યો હની સિંહ ફરી એકવાર ચર્ચામાં છે. તેણે સીરતની પોસ્ટ પર કાંઈક એવી કોમેન્ટ કરી કે, બધા આશ્ચર્યચકિત થઈ ગયા.ગાયકે અભિનેત્રી સીરત કપૂરના લેટેસ્ટ ફોટો પર મજાકમાં એવી અશ્લીલ કોમેન્ટ કરી કે, જેમા તેઓ ટ્રોલ થવાથી બચી ન શક્યા.
આ પણ વાંચો: પાર્ટીમાં પ્રોડ્યુસરને ચંપલ-બોટલથી મારવાના કેસમાં અભિનેત્રી સામે એક્શન! FIR બાદ તપાસ શરૂ
સીરત કપૂરે તાજેતરમાં તેના ગ્લેમરસ ફોટા પોસ્ટ કર્યા હતા
તેલુગુ ફિલ્મ 'રન રાજા રન' થી એક્ટિંગમાં ડેબ્યૂ કરનારી સીરત કપૂરે તાજેતરમાં તેના ગ્લેમરસ ફોટા પોસ્ટ કર્યા હતા, જેનાથી હની સિંહ સહિત તેના ચાહકો પણ ફિદા થઈ ગયા છે. તસવીરમાં સીરત સિલ્વર સિક્વિન સ્ટ્રેપલેસ ટોપ અને મેચિંગ ફીટેડ લોંગ સ્કર્ટમાં જોવા મળી રહી હતી. કેપ્શનમાં તેણે લખ્યું, જ્યાં હૃદય મહેસૂસ કરે ત્યાં ઘર છે.
હની સિંહના નિવેદને ચાહકોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું
પરંતુ હની સિંહના નિવેદને ચાહકોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે. ગાયકે ટિપ્પણી કરી, '( મા...............') અને સાથે રેડ હાર્ટ ઇમોજી પણ ઉમેર્યો હતા. જોકે, સીરતે આ કોમેન્ટને ખૂબ જ મજાકમાં લીધુ અને લખ્યું, 'કેટલું મોટું આશ્ચર્ય. આભાર OG.'
અભિનેત્રી હની સિંહ કરતાં 10 વર્ષ નાની
યુઝર્સને હની સિંહના આ નિવેદન યોગ્ય ન લાગ્યું અને લખ્યું કે, હની પાજી, તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી. આ કેવા પ્રકારની કોમેન્ટ છે? ઉલ્લેખનીય છે કે, સીરત 32 વર્ષની છે, તેણે 'ટાઈગર', 'કોલંબસ', 'રાજુ ગરી ગાડી 2', 'કૃષ્ણા એન્ડ હિઝ લીલા', 'મા વિંથા ગધા વિનુમા', 'ભામકાલપમ 2' અને 'મનમે' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ અહીં નોંધવા જેવી વાત એ છે કે, અભિનેત્રી હની સિંહ કરતાં 10 વર્ષ નાની છે.