Get The App

બોલિવૂડમાં એક જ ડિરેક્ટર છે, જે ઓસ્કાર જીતી શકે છે... જાણો કાસ્ટિંગ કિંગ મુકેશ છાબરાને કોના પર છે વિશ્વાસ

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
બોલિવૂડમાં એક જ ડિરેક્ટર છે, જે ઓસ્કાર જીતી શકે છે... જાણો કાસ્ટિંગ કિંગ મુકેશ છાબરાને કોના પર છે વિશ્વાસ 1 - image


Oscar Award Bollywood News: ભારત પાસે સમૃદ્ધ સિનેમેટિક વારસો અને વૈશ્વિક સ્તરે લોકપ્રિયતા ધરાવતી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી હોવા છતાં હજુ સુધી કોઈ ભારતીય ડિરેક્ટર શ્રેષ્ઠ દિગ્દર્શક અથવા શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ માટે વિશ્વ પ્રસિદ્ધ ઓસ્કાર હાંસલ કરી શક્યા નથી. ‘લગાન’ અને ‘મધર ઈન્ડિયા’ જેવી બોલિવૂડ ફિલ્મોની ઓસ્કારના નોમિનેશનમાં પસંદગી થઈ હતી. પરંતુ એવોર્ડ જીતી શકી નહીં.  સાઉથ ઈન્ડિયન ફિલ્મ‘RRR’ એ બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે ઓસ્કાર એવોર્ડ તો જીત્યો પણ તે બોલિવૂડ ફિલ્મ ન હતી. 

આ ડિરેક્ટરમાં છે ઓસ્કાર લાવવાની ક્ષમતા

બોલિવૂડ કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ મીડિયા સાથેના ઈન્ટરવ્યૂમાં વાત કરતા કહ્યું છે કે, દિગ્ગજ ડિરેક્ટર રાજકુમાર હિરાણી ભારતમાં ઓસ્કાર લઈ આવશે. તેઓ માને છે કે, રાજકુમાર હિરાણી એ હૃદય, ક્રાફ્ટ અને યુનિવર્સેલિટીનું સંપૂર્ણ મિશ્રણ છે જે બોલિવૂડમાં ઓસ્કારના દુકાળનો અંત લાવી શકે છે.

બોલિવૂડમાં એક જ ડિરેક્ટર છે, જે ઓસ્કાર જીતી શકે છે... જાણો કાસ્ટિંગ કિંગ મુકેશ છાબરાને કોના પર છે વિશ્વાસ 2 - image

રાજુ સર જ લઈને આવશે ઓસ્કાર

મુકેશ છાબરાને ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે,બોલિવૂડના કયાં ડિરેક્ટર ભારતમાં ઓસ્કાર લાવી શકે છે. જેનો તુરંત જ જવાબ આપતાં છાબરાએ કહ્યું કે, રાજકુમાર હિરાણી. જો કોઈ ડિરેક્ટર હિન્દુસ્તાનમાં ઓસ્કાર લઈને આવી શકે તો તે છે રાજુ સર. તેઓ જ ભારતમાં ઓસ્કાર લાવી શકે છે. 

રાજુ હિરાણી સંપૂર્ણ ફિલ્મ સ્કૂલઃ છાબરા

રાજુ હિરાણી એક સંપૂર્ણ ફિલ્મ સ્કૂલ છે, તેમની સાથે કામ કરવું એ એક ફિલ્મ સંસ્થા જેવું છે. જ્યારે તમે તે વ્યક્તિ સાથે કામ કરો છો ત્યારે તમે ફિલ્મ નિર્માણના દરેક પાસાને શીખો છો. મેં તેમની સાથે સુપરહીટ ફિલ્મો પીકે, સંજુ, ડંકી કરી છે, તેમનું કાસ્ટિંગ એક મહિનામાં પૂરું થતું નથી, તે 2 વર્ષ સુધી ચાલે છે કારણ કે તે કામમાં સંપૂર્ણપણે ઓતપ્રોત થઈને કામ કરે છે."


બોલિવૂડમાં એક જ ડિરેક્ટર છે, જે ઓસ્કાર જીતી શકે છે... જાણો કાસ્ટિંગ કિંગ મુકેશ છાબરાને કોના પર છે વિશ્વાસ 3 - image

Tags :