પાર્ટીમાં પ્રોડ્યુસરને ચંપલ-બોટલથી મારવાના કેસમાં અભિનેત્રી સામે એક્શન! FIR બાદ તપાસ શરૂ
Ruchi Gujjar Man Singh Case : અભિનેત્રી રુચિ ગુજ્જર કેસમાં વળાંક આવ્યો છે. તેણે મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફિલ્મ નિર્માતા કરણ સિંહ ચૌહાણ વિરુદ્ધ 24 લાખ રુપિયાની છેતરપિંડીની ફરિયાદ કરી છે. પરંતુ હવે આ મામલે રુચિ ગુજ્જરની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. અમ્બોલી પોલીસે અભિનેત્રી રુચિ ગુજ્જર સહિત 6 લોકો વિરુદ્ધ FIR દાખલ કરી છે. આ કેસ ફિલ્મ 'સો લોન્ગ વૈલી' ના નિર્માતા માન સિંહની ફરિયાદ પર નોંધવામાં આવી છે.
મુંબઈ પોલીસે અભિનેત્રી રૂચિ ગુર્જર સહિત 6 લોકો વિરુદ્ધ IPCની કલમ 115(2), 118(1), 189(1), 189(2), 190, 191(1), 329(3), 351(2) અને 352 હેઠળ કેસ નોંધ્યો છે. કેસ નોંધ્યા પછી મુંબઈ પોલીસે આ મામલે ત્વરિત તપાસ શરૂ કરી દીધી છે.
માન સિંહે શું આરોપ લગાવ્યો
માન સિંહે રૂચિ ગુજ્જર પર આરોપ લગાવ્યો છે કે, તે પ્રીમિયર શો દરમિયાન તેના ખાનગી સુરક્ષા ગાર્ડ સાથે પરવાનગી વિના સિનેમા હોલમાં આવી હતી. અહીં તેણે જોર જોરથી બૂમો પાડીને હોબાળો મચાવ્યો હતો. અભિનેત્રીએ દુર્વ્યવહાર કરીને ફિલ્મના સ્ક્રીનિંગમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના 25 જુલાઈના રોજ અંધેરી વેસ્ટના સિનેપોલિસ સિનેમામાં બની હતી, જ્યાં ફિલ્મનો પ્રીમિયર શો રાત્રે 9 વાગ્યે યોજાયો હતો.
'કોઈપણ આમંત્રણ કે પરવાનગી વિના અંદર પ્રવેશી'
માન સિંહે તેમની ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે, વર્ષ 2023થી ફિલ્મ 'સો લોંગ વેલી' નિર્માણ હેઠળ હતી અને 25 જુલાઈએ તે સત્તાવાર રીતે રિલીઝ થવાની હતી, પરંતુ પ્રીમિયર શો પહેલા રાત્રે 8:40 વાગ્યે રૂચિ, ચાર મહિલાઓ અને કેટલાક બોડી ગાર્ડ સાથે સિનેમા હોલમાં પહોંચી અને કોઈપણ આમંત્રણ કે પરવાનગી વિના અંદર પ્રવેશી.
આ પણ વાંચો: એકટ્રેસે ચાલુ પાર્ટીની વચ્ચે એક્ટરને ફટકાર્યા ચપ્પલ, VIDEO વાયરલ
'ચપ્પલ માર્યા અને બોટલ ફેંકી'
માન લાલ સિંહે આરોપ લગાવ્યો છે કે, રૂચિ ગુજ્જર ત્યાં હાજર લોકોની સામે જોર જોરથી બૂમો પાડીને કહી રહી હતી કે, તે ફિલ્મ પ્રદર્શિત નહીં થવા દે. તેણે નિર્માતા માન લાલ સિંહને અપશબ્દો બોલીને દુર્વ્યવહાર કર્યો હતો અને પૈસાની માંગણી કરીને તેમને ધમકી પણ આપી હતી. જ્યારે ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે રુચિના બોડીગાર્ડ્સે તેમને ધક્કો માર્યો અને અભિનેત્રીએ પોતે પોતાનુ ચંપલ કાઢીને માન સિંહ પર હુમલો કર્યો. એટલું જ નહીં, તેણેએ પ્લાસ્ટિકની બોટલ પણ ફેંકી હતી.