Entertainment

આદિત્ય રોય કપૂરની નવી ફિલ્મ માટે હજુ હિરોઈન નક્કી નહીં

By GS Team
2 Oct 20261 min read
TukuTouch Logo
આદિત્ય રોય કપૂરની નવી મ્યુઝિકલ કોમેડી ફિલ્મનું શૂટિંગ આ મહિને શરૂ થશે. મિલાપ ઝવેરી દિગ્દર્શિત આ ફિલ્મનું શીર્ષક અને મુખ્ય અભિનેત્રી હજુ નક્કી નથી. અગાઉ ભાગ્યશ્રી બોરસેનું નામ ચર્ચામાં હતું, પરંતુ ટી-સિરીઝે તેને નકારી કાઢ્યું છે. આદિત્ય રોય કપૂર છેલ્લે 2025માં 'મેટ્રો ઇન દિનો'માં દેખાયો હતો. આ ફિલ્મ 2027માં રિલીઝ થવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આદિત્ય રોય કપૂરની નવી ફિલ્મ માટે હજુ હિરોઈન નક્કી નહીં

મુંબઇ : આદિત્ય રોય કપૂરના આગામી મ્યુઝિકલ કોમેડી ફિલ્મનું શૂટિંગ આ મહિનેથી શરુ થઈ જવાનું છે. જોકે, હજુ સુધી આ ફિલ્મનું ટાઈટલ કે મુખ્ય હિરોઈન નક્કી થયાં નથી. મિલાપ ઝવેરી આ ફિલ્મ બનાવી રહ્યા છે.
અગાઉ આ ફિલ્મની હિરોઇન તરીકે ભાગ્ય શ્રી બોરસેના નામની ચર્ચા થઇ હતી. પરંતુ નિર્માતા ટી સિરિઝ દ્વારા નિવેદન બહાર પાડી આ બાબતનેે નકારી કાઢવામાં આવી હતી. ભાગ્ય શ્રી બોરસે છેલ્લે અખિલ અક્કીનેની સામે તેલુગુ ફિલ્મ 'લેનિન'માં દેખાઇ હતી. આદિત્ય રોય કપૂર છેલ્લે ૨૦૨૫માં સારા અલી ખાન સાથે 'મેટ્રો ઇન દિનો'માં જોવા મળ્યો હતો.
આ ફિલ્મ અનુરાગ બાસુએ નિર્દેશિત કરી હતી. મિલાપ ઝવેરી નિર્દેશિત આ ફિલ્મને ૨૦૨૭માં રિલિઝ કરવાનું આયોજન છે.