પરેશ રાવલે હેરા ફેરી 3 છોડવાનું અસલ કારણ જણાવ્યું, કહ્યું- અચાનક નહીં, સમજી વિચારીને જ નિર્ણય લીધો
Hera Pheri 3 Controversy Paresh Rawal: બોલિવૂડની અપકમિંગ ફિલ્મ 'હેરા ફેરી 3' માં પરેશ રાવલે કામ કરવાની ના પાડતાં છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. પહેલા અક્ષય કુમારે એક્ટરને લીગલ નોટિસ આપીને સૌને ચોંકાવી દીધા હતા, તો હવે પરેશ રાવલે પણ તેનો કાયદાકીય રીતે જ જવાબ આપ્યો છે. પરેશ રાવલની લીગલ ટીમના આનંદ અને નાયકે સમગ્ર મામલો સંભાળી લીધો છે. એક્ટરે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને ચાહકોને જણાવ્યું કે, પોતાના અધિકારોના આધાર પર તેમણે અક્ષય કુમારની ટીમને એક જવાબ મોકલાવ્યો છે. જે પછી મોટાભાગની અન્ય બાબતો આપો આપ શાંત થઈ જશે.
ના સ્ક્રિપ્ટ, ના સ્ટોરી, ના એગ્રીમેન્ટ તૈયાર હતો
પરેશ રાવલના વકીલોએ રવિવારે મીડિયા સાથે વાતચીત કરી એક્ટરનું 'હેરા ફેરી 3' છોડવાનું કારણ જણાવ્યું હતું. પરેશ રાવલની ટીમે કહ્યું કે, 'તેમણે સ્ટોરી, સ્ક્રીનપ્લે અને એગ્રીમેન્ટનું એક લાબો ડ્રાફ્ટ નહોતો મોકલ્યો, જે મૂળભૂત રીતે અમારા માટે જરુરી હતો. તેમના તરફથી સાજિદ નડિયાદવાલાના પિતરાઈ ભાઈ ફિરોઝ નડિયાદવાલાને અને મૂળ ફિલ્મના પ્રોડ્યુસર્સને નોટિસ મોકલવામાં આવી છે, જેમાં ફિલ્મના પ્રોડક્શન પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.'
પરેશ રાવલની લીગલ ટીમે આપ્યો જવાબ
આ ઉપરાંત પરેશ રાવલ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'આ બાબતોની ગેરહાજરીમાં અને મિસ્ટર નડિયાદવાલા જે મૂળ ફિલ્મના નિર્માતા છે, તેઓએ અમારા ક્લાયન્ટને લીગલ નોટિસ મોકલી હતી અને ફિલ્મ કરવા અંગે સવાલો ઉઠાવ્યા હતા, તેથી અમારા ક્લાયન્ટે નિયમો તોડ્યા અને પૈસા પરત કરવાનો અને ફિલ્મ ન કરવાનો નિર્ણય લીધો હતો.
અચાનક નહીં, સમજી વિચારીને જ નિર્ણય લીધો
પરેશ રાવલે કહ્યું કે, તેમનો 'હેરા ફેરી 3' છોડવાનો નિર્ણય જોશમાં આવીને અચાનક નથી કરાયો, સમજી વિચારીને કરવામા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે કાનૂની દૌર ત્યારે શરુ થયો જ્યારે 'હેરા ફેરી 3'ના એક્ટર અને પ્રોડ્યૂસર અક્ષય કુમારે પરેશ રાવલ વિરુદ્ધ લીગલ મામલો શરુ શરુ થયો હતો. અક્ષય દાવો કર્યો હતો કે, પરેશના અચાનક ફિલ્મમાંથી બહાર નીકળવાથી, કલાકારો, ક્રૂ, સંસાધનો અને ટ્રેલર શૂટને લગતી વસ્તુઓને આર્થિક નુકસાન થયું છે.