Entertainment

હર્ષવર્ધન રાણે એકતા કપૂરની શૂટ આઉટ ઈન દુબઈમાં

By GS TEAM
30 Dec 20251 min read
હર્ષવર્ધન રાણે એકતા કપૂરની શૂટ આઉટ ઈન દુબઈમાં

- એકતા શૂટઆઉટ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ બનાવશે

- ચાર વર્ષ પહેલાં આ પ્રોજેક્ટ વિચાર્યો હતો, હવે આગામી માર્ચથી શૂટિંગ શરૂ થશે

મુંબઇ : હર્ષવર્ધન રાણે એકતા કપૂરની આગામી થ્રિલર ફિલ્મ શૂટ આઉટ ઇન દુબઇમાં કામ કરતો જોવા મળશે. એકતા કપૂરની  શૂટઆઉટ ફ્રેન્ચાઇઝી ની આ ત્રીજી ફિલ્મ હશે. 

 આ ફિલ્મમાં મુંબઇની અંડરવર્લ્ડ દર્શાવવાને બદલે દુબઈનું બેકગ્રાઉન્ડ હશે.  એકતાએ આ પ્રોજેક્ટ ૨૦૨૧માં શરુ કર્યો હતો પરંતુ કોઈ કારણોસર તે પાછળ ઠેલાતો રહ્યો હતો. હવે માર્ચ સુધીમાં તેનું શૂટિંગ શરુ કરી દેવાનો પ્લાન છે. 

ફિલ્મના અન્ય કલાકારોની જાહેરાતની રાહ જોવાય છે.