Entertainment

હર્ષાલીની ડેબ્યૂ ફિલ્મ કાનૂની તકરારમાં રીલિઝ જ ન થઈ

By GS TEAM
7 Dec 20251 min read
હર્ષાલીની ડેબ્યૂ ફિલ્મ કાનૂની તકરારમાં રીલિઝ જ ન થઈ

- નિર્માતા સામે કેસ થતાં પાંચમીની રીલિઝ મોકૂફ

- હિરો અને ડાયરેક્ટર પોતાની ફીમાંથી પૈસા આપશેઃ નિર્માતાઓએ માફી માગવી પડી

મુંબઈ: સલમાન ખાનની ફિલ્મ 'બજરંગી ભાઈજાન'માં મુન્નીના રોલથી જાણીતી હર્ષાલી મલ્હોત્રા તેલુગુ ફિલ્મ 'અખંડા ટુ'થી હિરોઈન તરીકે ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ ગત તા. પાંચમી ડિસેમ્બરે રીલિઝ થવાની હતી પરંતુ કાનૂની તકરારના કારણે રીલિઝ શક્ય બની ન હતી. આથી, નિર્માતાઓએ જાહેર માફી માગવી  પડી હતી. 

આ ફિલ્મના નિર્માતા પાસેથી ૨૮ કરોડ લેવાના બાકી નીકળતા હોવાનું જણાવી એક ફિલ્મ કંપનીએ તેમની સામે કેસ કર્યો છે.આથી, આ ફિલ્મની રીલિઝ છેલ્લી ઘડીએ અટકી પડી હતી. ફિલ્મના નિર્માતાોએ છેલ્લી ઘડીએ ફિલ્મ રજૂ ન થઈ શકવા બદલ દર્શકોની જાહેર માફી માગી હતી. 

બીજી તરફ હિરો નંદમૂરી બાલકૃષ્ણ તથા ડાયરેક્ટર બોયાપતિએ પોતપોતાની ફીમાંથી થોડી રકમનો કાપ મૂકી તેટલા પૈસા નિર્માતા બાકી રકમ ચૂકવવામાં વાપરે તેવી ઓફર કરી છે. આવતાં સપ્તાહે આ ફિલ્મ રીલિઝ થાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે.