Entertainment

હર્ષ વર્ધન રાણેની પોલીસ કંપની આવતાં વર્ષે જૂનમાં રજૂ થશે

By GS Team
23 Oct 20261 min read
TukuTouch Logo
રામ ગોપાલ વર્મા વર્ષો બાદ મુંબઈની અંધારી આલમ પર નવી ફિલ્મ 'પોલીસ કંપની' લાવી રહ્યા છે. એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દયા નાયકના પાત્રમાં હર્ષવર્ધન રાણે જોવા મળશે. ભૂષણ કુમાર સાથે નિર્મિત આ ફિલ્મ 4 જૂન, 2027ના રોજ રિલીઝ થશે. તેમાં ફરદીન ખાન, ફાતિમા સના શેખ સહિતના કલાકારો પણ છે, જે 300 ગુનેગારોના સફાયાની પોલીસ દ્રષ્ટિ રજૂ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હર્ષ વર્ધન રાણેની  પોલીસ કંપની આવતાં વર્ષે જૂનમાં રજૂ થશે
  • દયા નાયકની બાયોપિકમાં હર્ષવર્ધન મુખ્ય ભૂમિકામાં
  • વર્ષો બાદ મુંબઈની અંધારી આલમ પર રામ ગોપાલ વર્માની વધુ એક ફિલ્મ

મુંબઇ : મુંબઇના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દયા નાયકની કારકિર્દીને આવરી લેતી ફિલ્મ 'પોલીસ કંપની'નું પોસ્ટર જારી કરી તેને ચોથી જુન ૨૦૨૭માં રજૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મમાં દયા નાયકની ભૂમિકા હર્ષવર્ધન રાણે ભજવી રહ્યો છે.
આ ફિલ્મના નિર્માણ માટે રામ ગોપાલ વર્માએ ભૂષણ કુમાર સાથે હાથ મિલાવ્યા છે. ફિલ્મમાં મુંબઇના ગેંગ વોરનાં વર્ષોની કહાની પોલીસની નજરે રજૂ કરવામાં આવશે.
પોલીસ કંપની ફિલ્મમાં હર્ષવર્ધન રાણેની સાથે ફરદીન ખાન, ફાતિમા સના શેખ, પરેશ રાવલ, સૌરભ શુકલા, મકરંદ દેશપાંડે અને અશ્વિની કાલસેકર મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે.
આ ફિલ્મને 'કંપની' ફિલ્મની કમ્પેનિયન ફિલ્મ તરીકે બનાવવામાં આવી રહી છે. એ સમયે મુંબઇની અંધારી આલમના આશરે ૩૦૦ ગુંડાઓનો સફાયો પોલીસ દ્વારા કરી નાંખવામાં આવ્યો હતો.