Entertainment

પત્નીની સલાહ માની જ્યોર્જ ક્લૂની હવે ઓનસ્ક્રીન કિસ નહિ કરે

By GS TEAM
16 Dec 20251 min read
પત્નીની સલાહ માની જ્યોર્જ ક્લૂની હવે ઓનસ્ક્રીન કિસ નહિ કરે

- હવે કોઈ રોમાન્ટિક ભૂમિકા નહિ ભજવે

- હવે હું  63 વર્ષનો થઈ ગયો હવે મારા યુવાન હિરો માટે જગ્યા કરવી જોઈએ

મુંબઈ : બોલિવુડમાં અક્ષય કુમાર, અજય દેવગણ, સલમાન ખાન, આમિર ખાન સહિતના હિરો તેમના કરતાં અડધી ઉંમરની હિરોઈનો સાથે ઓનસક્રીન રોમાન્સ કરવામાં જરા પણ ખચકાતા નથી ત્યારે હોલિવુડના હિરો જ્યોર્જ કલૂનીએ એવી સત્તાવાર જાહેરાત કરી છે કે પોતે હવે કોઈ રોમાન્ટિક રોલ નહિ ભજવે. 

૬૩ વર્ષના ક્લૂનીએ કહ્યું હતું કે  પત્ની અમલ ક્લૂનીની સલાહ માનીને પોતે હવે નક્કી કર્યું છે કે હવે હું કોઈ ફિલ્મમાં મારા કરતાં નાની વયની હિરોઈનોને કિસ કરવાના સીન નહિ કરું. મારે હવે બીજા યુવાન હિરો માટે જગ્યા કરવી જોઈએ. તેણે કહ્યું હતું કે હું ૬૦ વર્ષનો થયો ત્યારે મેં પત્ની સાથે એવી દલીલ કરી હતી કે હું હજુ પણ યુવાનો સાથે બાસ્કેટ બોલ રમી શકું છું, મેં ફિટનેસ જાળવી  છે. પરંતુ, સાચી વાત એ છે કે ગમે તેવું એનર્જી ફૂડ લેવા છતાં પણ એ હકીકત બદલાવાની નથી કે હું આગામી પચ્ચીસ વર્ષ પછી ૮૫ વર્ષનો થઈ ગયો હોઈશ. 

આ પહેલાં ગયા માર્ચ માસમાં પણ ક્લૂૂનીએ સ્હેજ ઈશારો આપ્યો હતો કે પોતે હવે રોમાન્ટિક ભૂમિકાઓ ભજવવાનો નથી.