Entertainment

દોસ્તાના ટુમાં ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા વર્લ્ડ સિની શેટ્ટી હિરોઈન બનશે

By GS Team
27 Feb 20261 min read
દોસ્તાના ટુમાં ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા વર્લ્ડ સિની શેટ્ટી હિરોઈન બનશે

- મૂળ આ ભૂમિકા જાહ્નવી  કપૂર કરવાની હતી

- કરણ જોહરની ફિલ્મમાં વિક્રાંત મેસ્સી અને લક્ષ્ય લાલવાણીની મુખ્ય ભૂમિકાઓ

મુંબઇ : કરણ જોહરની 'દોસ્તાના ટુ'માં હિરોઈન તરીકે ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા વર્લ્ડ સિની શેટ્ટીની પસંદગી કરાઈ છે. આ ફિલ્મથી તે બોલિવુડ ડેબ્યૂ કરશે.

કેટલાંક વર્ષ પહેલાં  કરણ જોહરે મૂળ કાર્તિક આર્યન અને જાહ્નવી કપૂર સાથે આઈ ફિલ્મ બનાવવાનું શરુ કર્યું હતું. જોકે, કરણ અને કાર્તિક વચ્ચે મતભેદો થતાં કરણે કાર્તિકને ફિલ્મમાંથી હાંકી કાઢ્યો હતો અને ફિલ્મ બંધ કરી દીધી હતી. હવે તેણે આ પ્રોજેક્ટ ફરી રિવાઈવ કર્યો છે. 

 આ ફિલ્મમાં વિક્રાંત મેસી અને લક્ષ્ય મુખ્ય રોલમાં  જોવા મળવાના છે જ્યારે અભિનેત્રી તરીકે ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા વર્લ્ડ સિની શેટ્ટીની એન્ટ્રી થઇ ગઇ છે.

હિરોઈન તરીકે અગાઉ પ્રતિભા રાન્ટાનું નામ ચર્ચાયું હતું. જોકે, મિસ વર્લ્ડ ૨૦૨૩માં ભારતનું  પ્રતિનિધિત્વ  કરનારી સિની શેટ્ટીને હવે આ રોલ  મળ્યો છે.