- મોહિત સુરીની ફિલ્મ મેળવવા પ્રયાસ
- આદિત્યને કારકિર્દીની સૌથી મોટી હિટ આશિકી ટુ મોહિત સુરીએ જ આપી હતી
મુંબઈ: બોલિવુડમાં છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી કોઈ મોટી હિટ ફિલ્મ નહિ આપી શકેલો આદિત્ય રોય કપૂર પોતાની ડૂબતી કેરિયર બચાવવા માટે ફરી રોમાન્ટિક ફિલ્મ મેળવવા ફાંફા મારી રહ્યો છે. આ માટે તેણે મોહિત સુરીનો સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે. મોહિત સુરીએ જ આદિત્યને તેની કેરિયરની સૌથી મોટી હિટ 'આશિકી ટુ' આપી હતી.
હાલમાં મોહિત સુરીનાં દિગ્દર્શન હેઠળની 'સૈયારા' સુપરહિટ પુરવાર થી હતી. બોલિવુડમાં આજકાલ ફરી રોમાન્ટિક ફિલ્મોનો દોર શરુ થયો છે. તાજેતરમાં ધનુષ અને ક્રિતી સેનનની 'તેરે ઈશ્ક મેં' પણ હિટ ગઈ છે તે પછી અનેક નિર્માતા ફરી રોમાન્ટિક ફિલ્મો બનાવવા મેદાનમાં આવ્યા છે. 'સૈયારા' હિટ ગયા પછી યશરાજ ફિલ્મ્સ ફરી મોહિત સુરીનાં દિગ્દર્શન હેઠળ એક મ્યુઝિકલ રોમાન્ટિક ફિલ્મ બનાવી રહ્યા છે.
આ ફિલ્મમાં હિરોના રોલ માટે આદિત્ય રોય કપૂરે પ્રયાસો ચાલુ કર્યા છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ હજુ લખાઈ રહી છે. સ્ક્રિપ્ટ તૈયાર થયા બાદ કાસ્ટિંગ શરુ કરાશે.


