Entertainment

અજયની દ્રશ્યમ થ્રીના ડરથી આયુષમાનની ઉડતા તીર ઠેલાઈ

By GS Team
3 Oct 20262 mins read
TukuTouch Logo
કરણ જોહરે આયુષમાન ખુરાના અને સારા અલી ખાન અભિનીત ફિલ્મ 'ઉડતા તીર'ની રિલીઝ ટાળી છે. 9 ઓક્ટોબરે રજૂ થનારી આ ફિલ્મ હવે 23 ઓક્ટોબરે થિયેટર્સમાં આવશે. મુંબઈમાં, 'દ્રશ્યમ 3' અને અન્ય ફિલ્મોનો સામનો ટાળવા આ નિર્ણય લેવાયો છે, જેથી ફિલ્મને પૂરતી સ્ક્રીન મળી રહે.

Summarized by AI; it may make mistakes. Check important info

અજયની દ્રશ્યમ થ્રીના ડરથી આયુષમાનની ઉડતા તીર ઠેલાઈ
  • કરણ જોહરે ડરી જઈને રીલિઝ ટાળી
  • પ્રહાર, નઈ નવેલી સહિતની ફિલ્મોનો સામનો ટાળવા હવે આ મહિનાના અંતે રીલિઝ કરાશે

મુંબઇ : આયુષમાન ખુરાના અને સારા અલી ખાનની નવી ફિલ્મ 'ઉડતા તીર' જે નવમી તારીખે રજૂ થવાની હતી તે હવે ૨૩ ઓક્ટોબરે થિયેટર્સમાં રિલિઝ કરવામાં આવશે. ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર આ શુક્રવારે રીલિઝ થયેલી અજય દેવગણની 'દ્રશ્યમ થ્રી'ને સારુ ઓપનિંગ મળ્યું છે. આથી આવતાં અઠવાડિયે પણ તે મહત્તમ સ્ક્રીન કવર કરી લે તેવી સંભાવના છે. તેના લીધે આયુષમાનની ફિલ્મને સ્ક્રીનના ફાંફા પડી જાય તેમ હોવાથી પ્રોડયૂસર કરણ જોહર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
જે શુક્રવારે પ્રમાણમાં ઓછી ફિલ્મ રિલિઝ થવાની હોય તે શુક્રવારે ફિલ્મ રીલિઝ કરવાનું ચલણ વધી રહ્યું છે જેથી ફિલ્મને પૂરતાં સ્ક્રિન અને પૂરતાં દર્શકો મળી રહે. આ મહિનામાં રાજકુમાર રાવની ' પ્રહાર' તથા યામી ગૌતમની 'નઈ નવેલી' સહિતની ફિલ્મો રીલિઝ થવાની હોવાથી 'ઉડતા તીર' માટે મન્થ એન્ડની સેફ ડેટ શોધવામાં આવી છે. આ ફિલ્મમાં આયુષમાન ખુરાનાએ એક પાકિસ્તાની જાસૂસની ભૂમિકા ભજવી છે જે તેની યાદદાસ્ત ગુમાવી બેસે છે પણ તેની દેશભક્તિ અકબંધ છે. જેના કારણે સર્જાતી રમુજી ઘટનાઓની આ કોમેડી ફિલ્મ છે. ફિલ્મમાં રાહુલ બોઝ, ગુલશન ગ્રોવર, રામ કપૂર અને મુકુલદેવ પણ મહત્વની ભૂમિકામાં છે.
કરણ જોહર, અદર પૂનાવાલા, અપૂર્વા મહેતા, ગુણીત મોંગા કપૂર અને અચીન જૈન નિર્મિત આ ફિલ્મ ધર્મા પ્રોડકશન અને શિખ્યા એન્ટરટેઇનમેન્ટનું સહિયારું સાહસ છે. આ ફિલ્મ 'ઉડતા તીર'નું નિર્દેશન આકાશ એ. કૌશિકે કર્યું છે. કૌશિકની નિર્દેશક તરીકે આ પહેલી ફિલ્મ છે.