Entertainment

મંદિરમાં જવા પર ટ્રોલિંગ થતાં રડી પડી અભિનેત્રી ફારિયા અબ્દુલ્લા, ‘કાફિર’ કહેનારાઓને આપ્યો સણસણતો જવાબ

By GS Team
16 Aug 20264 mins read
TukuTouch Logo
હૈદરાબાદમાં બોનાલુ ઉત્સવમાં ભાગ લેવા બદલ તેલુગુ અભિનેત્રી ફારિયા અબ્દુલ્લાને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. 10 ઓગસ્ટના રોજ મીર આલમ મંડીના શ્રી મહાકાલેશ્વર અમ્માવરી મંદિરમાં બોનાલુ ઉત્સવમાં હાજરી આપવા બદલ તેને 'કાફિર' કહી ટ્રોલ કરાઈ હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ભાવુક વીડિયો શેર કરી, ધર્મ અને એકતાનો સંદેશ આપતા ટ્રોલર્સને સણસણતો જવાબ આપ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

મંદિરમાં જવા પર ટ્રોલિંગ થતાં રડી પડી અભિનેત્રી ફારિયા અબ્દુલ્લા, ‘કાફિર’ કહેનારાઓને આપ્યો સણસણતો જવાબ

Faria Abdullah Bonalu Festival Temple Visit Trolling: હૈદરાબાદમાં બોનાલુ ઉજવણીમાં ભાગ લીધા બાદ તેલુગુ અભિનેત્રી ફારિયા અબ્દુલ્લાને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. અભિનેત્રીએ હવે ટ્રોલિંગના જવાબમાં સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક વીડિયો શેર કર્યો છે. જેમાં અભિનેત્રીને 'કાફિર' કહેનારાઓને સણસણતો જવાબ આપ્યો હતો. અભિનેત્રીએ 10 ઓગસ્ટના રોજ મીર આલમ મંડીમાં શ્રી મહાકાલેશ્વર અમ્માવરી મંદિરમાં બોનાલુ ઉત્સવમાં ભાગ લીધો હતો.

મંદિરમાં જવા પર ટ્રોલિંગ થતાં રડી પડી અભિનેત્રી ફારિયા અબ્દુલ્લા

પરંપરાગત પોશાક પહેરીને ફારિયાએ 'બોનમ' (પરંપરાગત પ્રસાદ) હાથમાં લીધો અને ઉજવણીમાં ભક્તો સાથે જોડાઈ હતી. મંદિરમાં 'ડપ્પુ'ના તાલ પર ડાન્સ કરતી હોવાનો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જો કે, સોશિયલ મીડિયા યુઝર્સનો એક વર્ગ ફારિયાની ટીકા કરી હતી. ફારિયાના મુસ્લિમ બેકગ્રાઉન્ડનો ઉલ્લેખ કરીને તેમણે હિન્દુ તહેવારમાં તેની હાજરી પર સવાલ ઉઠાવ્યા હતા. કેટલાક યુઝર્સે તો ફારિયાને 'કાફિર' કહીને તેના ધર્મ વિરુદ્ધ કામ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

આ ટીકા પર પ્રતિક્રિયા આપતા ફારિયા ભાવુક થઈ ગઈ હતી અને તેણે એક ઇન્સ્ટાગ્રામ વીડિયો દ્વારા તેના ટીકાકારોને જવાબ આપતાં જણાવ્યું કે, ઉજવણીમાં જોડાવાનું તેણે કેમ નક્કી કર્યું.

‘કાફિર’ કહેનારાઓને આપ્યો સણસણતો જવાબ

ફારિયાએ તેના પિતા સંજય અબ્દુલ્લા વિશે વાત કરતાં કહ્યું કે, 'મારા પિતાએ બીજો ધર્મ અપનાવ્યો. શું તમે સમજો છો કે તેનો અર્થ શું છે? તેમણે ઇસ્લામ સ્વીકાર્યો કારણ કે તેમને આ ધર્મ ગમતો હતો.' ફારિયાના પિતા હિન્દુ જન્મ્યા હતા અને બાદમાં ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો.

અભિનેત્રીએ જણાવ્યું કે, 'આવા પરિવારમાં ઉછેરવાથી ધર્મ અને આધ્યાત્મિકતા પ્રત્યેની સમજણ ઘડાઈ. મે હંમેશા ઇસ્લામના સકારાત્મક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બીજા સમુદાયની સાંસ્કૃતિક પરંપરાઓની ઉજવણીને પોતાના ધર્મનો અસ્વીકાર કેમ ગણવો જોઈએ? 'જ્યારે કોઈ મને કોઈ ધર્મના સારા પાસાઓ શીખવી રહ્યું હતું કારણ કે તે તેને એટલો પ્રેમ કરતો હતો કે તે તેને સ્વીકારવા માંગતો હતો, ત્યારે મારો ઉછેર કેવો રહ્યો હશે? મેં ઇસ્લામમાં ફક્ત સારું જ જોયું છે. સાચું કહું તો, હું તમારા માટે પણ શુભકામનાઓ પાઠવું છું.'

‘કાફિર’ કહેનારાઓને જવાબ આપતા ફારિયાએ કહ્યું કે, 'નફરતનો સામનો નફરતથી નહીં કરુ. જે કોઈ મને નફરત કરે છે અથવા વિચારે છે કે હું ખોટા માર્ગ પર છું અથવા 'કાફિર' છું… તમે મને ગમે તે કહો, હું તમારા માટે સારુ જ ઈચ્છું છું. તે વૃક્ષો, પથ્થરો અને પતંગિયાઓમાં પણ જીવન જુએ છે. સૃષ્ટિની સુંદરતા લોકોને ભગવાનની નજીક લાવવી જોઈએ, તેમનામાં વિભાજન ન કરાવે. હું પ્રેમ, એકતા અને શાંતિ માટે પ્રાર્થના કરુ છે.'

અભિનેત્રીએ કહ્યું કે, 'હું મારા પ્રેમ વિશે ખુલીને વાત કરવા માંગુ છું અને હું ચાલુ રાખીશ. હું હમણાં મને નફરત કરનારાઓ સામે પણ પ્રેમથી રહીશ, કારણ કે હું જાણું છું કે મારું હૃદય સાચું છે. હું જાણું છું કે મેં પ્રેમનો અનુભવ કર્યો છે, મેં ધન્યતા અનુભવી છે અને મને એ પણ સમજાયું છે કે કૃતજ્ઞતા શું પ્રાપ્ત કરી શકે છે.'

માતા સાથેની બાળપણની વાતચીત યાદ કરતાં ફારિયાએ શું કહ્યું?

વીડિયોના અંતમાં ફારિયાએ તેની માતા સાથેની બાળપણની વાતચીત પણ યાદ આવી. જ્યારે એક જિજ્ઞાસુ ફારિયાએ તેને 'અલ્લાહ' શબ્દનો અર્થ પૂછ્યો. તેણે કહ્યું કે, 'જ્યારે હું નાની હતી, ત્યારે મેં મારી માતાને પૂછ્યું, 'અલ્લાહ' શબ્દ શું છે? તેનો અર્થ શું છે? માતાએ ફક્ત એટલું જ કહ્યું કે તેનો અર્થ પ્રકાશ છે. તેનો અર્થ દરેક જગ્યાએ, ઘણું-બધું, એક જ સમયે. તમે એવી વસ્તુને કેવી રીતે અલગ કરી શકો છો જે દરેક જગ્યાએ હાજર છે?'

ફારિયાએ કહ્યું કે, તેણે ક્યારે બોનાલુનો અનુભવ કર્યો નથી અને તેમાં સામેલ થવા ઈચ્છતી હતી. કારણ કે તે એ સંસ્કૃતિનો ભાગ છે, જેમાં તે મોટી થઈ હતી.

બોનાલુ તહેવાર શું છે?

બોનાલુ એ એક પરંપરાગત હિન્દુ લોક ઉત્સવ છે જે દેવી મહાકાલી અને તેમના પ્રાદેશિક સ્વરૂપો, જેમ કે યેલમ્માને સમર્પિત છે. આ તહેવાર દર વર્ષે અષાઢ (જુલાઈ-ઓગસ્ટ)ના હિન્દુ મહિના દરમિયાન ઉજવવામાં આવે છે, મુખ્યત્વે હૈદરાબાદ, સિકંદરાબાદ અને સમગ્ર તેલંગાણામાં ઉજવાય છે. સમુદાયના સ્વાસ્થ્ય, સલામતી અને સુખાકારી માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ તહેવાર ઉજવવામાં આવે છે.

ફારિયાને શા માટે ટ્રોલ કરવામાં આવી?

10 ઓગસ્ટ, 2026ના રોજ, ફારિયાએ હૈદરાબાદના જૂના શહેરમાં આવેલા ઐતિહાસિક શ્રી મહાકાલેશ્વર અમ્માવરી મંદિરમાં બોનાલુ ઉજવણીમાં ભાગ લીધો હતો. તેણીએ ઉત્સવોમાં સક્રિય ભાગ લીધો હતો અને પરંપરાગત 'બંગારુ બોનમ' પહેરીને બાળપણનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું. જ્યારે ઘણા લોકોએ તેલંગાણાની સંસ્કૃતિ અને તેની સમાવેશકતાની ભાવનાને સ્વીકારવા બદલ અભિનેત્રીની પ્રશંસા કરી હતી, ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સનો એક વર્ગે અભિનેત્રીની ભાગીદારીની ટીકા કરી હતી.