જેકલિનના બોડીગાર્ડે તેનું કાંડુ આમળતાં ચાહકો ભારે નારાજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- જેકલિનના પ્રશંસકો સાથે તસવીર પડાવતાં અટકાવી
- ગાર્ડે જેકલિનને મંચ પર રીતસરની હડસેલી, મર્યાદા ચૂક્યો હોવાનો ચાહકોનો આરોપ
મુંબઈ : રવિવારે મુંબઇમાં યોજાયેલી એક ઇવેન્ટમાં જેકલિન ફર્નાન્ડિઝે તેના પ્રશંસકો સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના બોડીગાર્ડે તેનું કાંડુ પકડી તેને જબરદસ્તીથી મંચ ભણી ધકેલી દીધી હતી. આ ઘટનાનો વિડિયો વાઇરલ થતાં જેકલિનના ચાહકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. બોડીગાર્ડના પગલાં સામે ઘણાં નેટીઝન્સે નાખુશી વ્યક્ત કરી હતી.
જેકલિને તેના બોડીગાર્ડને અટકાવવા માટે પ્રયાસ પણ કર્યો હતો અને તેણે પ્રસંશકો સાથે વાત કરી સેલ્ફી લેવાનું પણ પસંદ કર્યું હતું. પણ બોડીગાર્ડે જેકલિનને કાંડુ પકડી મંચ ભણી દોરી ગયો હતો. સોશ્યલ મીડિયા પર ઘણાં લોકોએ જેકલિનના બોડીગાર્ડના વર્તનની ટીકા કરી હતી.
એક પ્રશંસકે જણાવ્યું હતું કે આ ખરાબ માણસ છે. તે તેનો આદર કરતો નથી. બીજા એક ચાહકે બિના ટચ કિયે દૂર સે પ્રોટેક્ટ કરવાની પણ સલાહ આપી હતી. અમુક જણે બોડીગાર્ડના પગલાંનો બચાવ કરતાં જણાવ્યું હતું કે તેમને અગાઉથી જણાવી દેવામાં આવે છે કે સ્ટાર ચાહકો સાથે ગમે એટલા ફ્રેન્ડલી બને પણ તમારું કામ સ્ટારને કોઇ અડે નહીં તે જોવાનું છે. આ તેમના કામનો હિસ્સો છે.









