Entertainment

હોલિવૂડના જાણીતા અભિનેતા પેટ્રિક સ્ટીવર્ટનું 86 વર્ષની વયે નિધન, 'એવેન્જર્સ ડૂમ્સ ડે' તેમની અંતિમ ફિલ્મ

By GS Team
30 Oct 20262 mins read
TukuTouch Logo
હોલિવૂડના દિગ્ગજ અભિનેતા સર પેટ્રિક સ્ટીવર્ટનું 86 વર્ષની વયે લોસ એન્જેલસ સ્થિત નિવાસસ્થાને અવસાન થયું છે. 'સ્ટાર ટ્રેક' અને 'એક્સ-મેન' જેવી ફિલ્મોથી જાણીતા પેટ્રિક સ્ટીવર્ટ લાંબા સમયથી અલ્ઝાઈમર જેવી બીમારીઓથી પીડાઈ રહ્યા હતા. તેમના પરિવારે આ દુઃખદ સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. અભિનેતા હ્યુ જેકમૅને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમની અંતિમ ફિલ્મ 'એવેન્જર્સ: ડૂમ્સ ડે' 2026માં રિલીઝ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોલિવૂડના જાણીતા અભિનેતા પેટ્રિક સ્ટીવર્ટનું 86 વર્ષની વયે નિધન, 'એવેન્જર્સ ડૂમ્સ ડે' તેમની અંતિમ ફિલ્મ

Patrick Stewart Died : હોલિવૂડ ફિલ્મ જગતમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 'સ્ટાર ટ્રેક' અને 'એક્સ-મેન' જેવી સુપરહિટ ફિલ્મોમાં પોતાની શાનદાર અદાકારીથી લાખો દિલ જીતનાર લોકપ્રિય અભિનેતા સર પેટ્રિક સ્ટીવર્ટ (Patrick Stewart) નું 86 વર્ષની વયે લોસ એન્જેલસ સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી અલ્ઝાઈમર રોગ અને લેવી બોડી ડિમેન્શિયા જેવી ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા.

પરિવારની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ અંતિમ પળો

પેટ્રિક સ્ટીવર્ટના નિધનની સત્તાવાર માહિતી તેમના પરિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (અગાઉ ટ્વિટર) પર શેર કરી હતી. પરિવારે જણાવ્યું હતું કે, અંતિમ સમયમાં તેમની પત્ની સની ઓઝેલ સહિત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો ઉપસ્થિત હતા. તેમના અંતિમ સંસ્કાર કે સમયનું વાતાવરણ પ્રાર્થના, સંગીત અને લાગણીસભર ક્ષણોથી ભરેલું હતું. તેમના ચહેરા પર રહેલી શાંતિ અને દિવ્ય ગરિમા હંમેશાં યાદ રહેશે.

ઉત્તર ઈંગ્લેન્ડના યોર્કશાયર સ્થિત મિરફિલ્ડમાં જન્મેલા પેટ્રિક સ્ટીવર્ટએ રોયલ શેક્સપિયર કંપનીથી પોતાના અભિનય સફરની શરૂઆત કરી હતી. તેમણે લગભગ 6 દાયકાઓ સુધી બ્રોડવે, સિનેમા અને ટેલિવિઝનની દુનિયામાં અદ્ભુત યોગદાન આપ્યું હતું.

'વુલ્વરીન' ફેમ હ્યુ જેકમૅને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી

પેટ્રિક સ્ટીવર્ટના નિધનના સમાચાર ફેલાતા જ હોલિવૂડ અને વિશ્વભરના કલા જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 'એક્સ-મેન' ફિલ્મ શ્રેણીમાં 'વુલ્વરીન' ની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત સુપરસ્ટાર હ્યુ જેકમૅન (Hugh Jackman) એ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપતા લખ્યું હતું કે, "આજે આપણે સ્ટેજ અને પડદાના એક મહાન કલાકારને ગુમાવી દીધા છે. મારા માટે તેઓ એક ઉત્તમ મિત્ર અને શાનદાર ઇન્સાન હતા. મેં તેમની પાસેથી ઘણું બધું શીખ્યું છે, પેટ્રિક સ્ટીવર્ટ, હું તમને હંમેશાં યાદ રાખીશ."

આગામી ફિલ્મ 'એવૅન્જર્સ: ડૂમ્સડે' રહેશે અંતિમ ભેટ

પેટ્રિક સ્ટીવર્ટને હવે આગામી મોસ્ટ અવેટેડ હોલિવૂડ ફિલ્મ 'એવૅન્જર્સ: ડૂમ્સ ડે' (Avengers: Doomsday) માં મોટા પડદા પર જોવામાં આવશે, જે 17 ડિસેમ્બર, 2026 ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ તેમના પ્રશંસકો માટે એક ભાવનાત્મક શ્રદ્ધાંજલિ સમાન બની રહેશે.