'બધાની કોઈને કોઈ મજબૂરી હશે...' સલમાન-આમિરના વાઈરલ નિવેદનનો સોનમ વાંગચૂકે આપ્યો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sonam wangchuk on Salman Khan : જુલાઈ મહિનામાં નીટ (NEET) પેપર લીક મામલે દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલ્યું હતું, જેમાં જાણીતા સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચૂક ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. તેમના આ આંદોલને સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું. આ અનશન દરમિયાન બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક ટ્વિટ કરીને વાંગચૂકને ભૂખ હડતાળ સમાપ્ત કરવા વિનંતી કરી હતી. સલમાને પોતાના અનોખા અંદાજમાં 'સોનમ ઇટ્સ ડન બ્રો' (Sonam It's Done Bro) લખીને અનશન તોડવાની અપીલ કરી હતી અને ઈચ્છે તો પોતાના ઘરેથી ભોજન મોકલવાની ઓફર પણ કરી હતી. હવે આ વાઈરલ ટ્વિટ પર સોનમ વાંગચૂકે પ્રથમ વખત પોતાનું મૌન તોડ્યું છે.
"દરેકની પોતાની મજબૂરીઓ હોય છે" : વાંગચૂક
એક પોડકાસ્ટમાં જ્યારે સોનમ વાંગચૂકને સલમાન ખાનના આ ટ્વિટ અને તેના પર બનેલા સોશિયલ મીડિયા મીમ્સ અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ખૂબ જ પરિપક્વતાથી જવાબ આપ્યો હતો. વાંગચૂકે જણાવ્યું હતું કે, "દરેકની પોતાની મજબૂરીઓ હોઈ શકે છે, તેથી હું તેમાં વધારે ઊંડાણમાં જવા માંગતો નથી… વ્યક્તિએ આગળ-પાછળ બધું જોવું પડે છે. તેમણે કંઈક કહ્યું તે બાબતનું હું સન્માન કરું છું, બાકી મજબૂરીઓ પર હું કંઈ નહીં કહું."
આમિર ખાન સાથેની મુલાકાત પર પણ સ્પષ્ટતા કરી
આ જ પોડકાસ્ટ ચર્ચા દરમિયાન, સોનમ વાંગચૂકે આમિર ખાનના તે નિવેદન પર પણ વાત કરી હતી જેમાં આમિરે કહ્યું હતું કે ફિલ્મ '3 ઇડિયટ્સ' વાંગચૂક પર આધારિત નથી અને તેઓ તેમને ક્યારેય મળ્યા પણ નથી. જોકે, બાદમાં એક એવોર્ડ શોનો જૂનો વીડિયો સામે આવ્યો હતો જેમાં બંને સાથે જોવા મળ્યા હતા. આ અંગે સવાલ પૂછાતાં વાંગચૂકે હળવાશથી કહ્યું હતું કે, આમિર તે સમયે તેમની ફિલ્મ 'ગજની'ના રોલમાં એટલા ખોવાયેલા હશે કે તેમને કદાચ આ મુલાકાત યાદ રહી નહીં હોય.




