રાગિણી થ્રીમાં અર્સલાન ગોનીની કોપ તરીકે નરગીસ ફખરી સામે એન્ટ્રી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ફિલ્મમાં તમન્ના ભાટિયા અને જુનૈદ ખાનની મહત્વની ભૂમિકા
- રાગિણી ફ્રેન્ચાઇઝની ત્રીજી ફિલ્મમાં હોરર, રહસ્ય અને ગ્લેમરના રંગો જોવા મળશે
મુંબઈ : રાગિણી ફ્રેન્ચાઇઝ યુનિવર્સની રાગિણી ૩ ફિલ્મમાં અર્સલાન ગોની પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. હોરર, રહસ્ય અને ગ્લેમરના રંગો ધરાવતી આ ફિલ્મમાં નરગીસ ફખરી પણ પોલીસ ઓફિસરની ભૂમિકા કરી રહી છે.
ફિલ્મમાં તમન્ના ભાટિયા અને જુનૈદ ખાન પણ મહત્વની ભૂમિકાઓ ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં આયુષ શર્મા અને આરજે મહાવશ પણ કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન શશાંક ઘોષ કરી રહ્યાં છે. ફિલ્મને ૨૦૨૬માં જ રજૂ કરવામાં આવશે.
બાલાજી ટેલિફિલ્મ્સ અને બાલાજી મોશન પિકચર્સના બેનર તળે બની રહેલી આ ફિલ્મ રાગિણી યુનિવર્સની અન્ય ફિલ્મોની જેમ સીધી હોરર ફિલ્મ નહીં હોય પણ તેમાં રહસ્ય અને ગ્લેમર પણ જોવા મળશે. નરગીસ ફખરીએ છેલ્લે મસ્તી ફોરમાં જોવા મળી હતી. જ્યારે અર્સલાન ગોની હાલ એમેઝોન પ્રાઇમના રિયાલિટી શો એલાયન્સમાં જોવા મળી રહ્યો છે.




