Entertainment

ઇમરાન હાશ્મી આઠ દિવસનું શૂટિંગ મુંબઇમાં કરશે

By GS Team
3 May 20261 min read
ઇમરાન હાશ્મી આઠ દિવસનું શૂટિંગ મુંબઇમાં કરશે

- ગનમાસ્ટર જી9માં બે શેડયુલનું શૂટિંગ બાકી

- આ પછીનું અભિનેતાનું જૂનનું શેડયુલ ઉત્તરાખંડમાં કરવામાં આવશે

મુંબઇ : ઇમરાન હાશ્મીની ગનમાસ્ટર જી૯ પર દિગ્દર્શિત આદિત્ય દત્તે અપડેટ આપતાં જણાવ્યું હતું કે, હવે ફક્ત બે શેડયૂલ બાકી રહ્યા છે.જેમાંનું પ્રથમ અમે આઠ દિવસનું મુંબઇમાં કરવાના છે. જેમાં કાર એકશન દ્રશ્યોને કાળઝાળ ગરમીમાં દિવસમાં કરવામાં ાવશે, પરંતુ વરસાદ પહેલા અમે આ દ્રશ્યોનું શૂટિંગ પુરુ કરી લેવું જરૂરી છે. આ પછી આ  ઉત્તરાખંડના વિભિન્ન હિસ્સાઓ જેવા કે ઋષિકેશ, મસૂરી વગેરેમાં ૨૫-૨૬ દિવસ સુધી અને દિલ્હીમાં પણ શૂટિંગ કરશું.કુલ્લે મળીને ૩૩ થી ૪૪ દિવસોમાં શૂટિંગ પુરુ કરવાની યોજના છે. 

દિગ્દર્શકે વધુમાં કહ્યું હતુ ંકે, અમને વરસના અંતમાં ફિલ્મને રિલીઝ કરવાના પ્રયાસમાં છીએ. જો સમૂસુથરુ ંપાર નહીં પડે તો૨૦૨૭ની શરૂઆતમાં રિલીઝ કરવમાં આવશે. ફિલ્મ રિલીઝની તારીખનો નિર્ણય લેવાયા પછી સત્તાવાર રીતે તેની ઘોષણા કરામાં આવશે.

તેણે એમ પણ કહ્યું હતું કે, ફિલ્મની સૌથી વધુ મહત્વની પ્રક્રિયા પોસ્ટ-પ્રોડકશન હોય છે.જેમાં મારે કોઇ ઉતાવળ કરવી નથી. હું ઊચ્ચગુણવક્તાયુક્ત કામ  આપવા માંગુ છું.