Entertainment

'જાઓ, પૈસા કમાઓ અને દેવું ચૂકવો': રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યો પાસપોર્ટ!

By GS Team
15 Oct 20262 mins read
TukuTouch Logo
ચેક બાઉન્સ કેસમાં ફસાયેલા અભિનેતા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે રાજપાલનો પાસપોર્ટ જારી કરવાનો નિર્દેશ આપ્યો છે, જેથી તેઓ શૂટિંગ માટે કેનેડા જઈને પૈસા કમાઈ દેવું ચૂકવી શકે. ચીફ જસ્ટિસે કહ્યું, "જાઓ, પૈસા કમાઓ અને દેવું ચૂકવો." કોર્ટ એક મધ્યસ્થી પણ નિયુક્ત કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'જાઓ, પૈસા કમાઓ અને દેવું ચૂકવો': રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યો પાસપોર્ટ!

Rajpal Yadav Passport Release: ચેક બાઉન્સ કેસમાં ફસાયેલા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે રાજપાલનો પાસપોર્ટ જારી કરવાનો નિર્દેશ આપ્યો છે, જેથી તેઓ શૂટિંગ માટે કેનેડા જઈ શકે અને કામ કરીને દેવું ચૂકવી શકે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ રાજપાલને કહ્યું કે, 'જાઓ, પૈસા કમાઓ અને દેવું ચૂકવે કરો.'

કેનેડા ટ્રાવેલ કરી શકશે રાજપાલ

સુપ્રીમ કોર્ટ એક મિડિયેટર પણ અપોઈન્ટ કરશે, જે રાજપાલ યાદવ અને તેના લેણદારો વચ્ચેના નાણાકીય વિવાદને ઉકેલવામાં મદદ કરશે. ચોક્કસપણે રાજપાલ માટે આ ખુશીની વાત છે. તેના વિદેશ પ્રવાસમાં આવેલી અડચણ હવે ઉકેલાઈ ગઈ છે. બીજી તરફ CJIની ટિપ્પણીએ સ્પષ્ટ કરી દીધું કે, 'કોર્ટ ઈચ્છે છે કે રાજપાલ યાદવ કામ કરે અને પોતાના આર્થિક મામલા ઉકેલે.' સુપ્રીમ કોર્ટે પાસપોર્ટ રિલીઝ કર્યા બાદ રાજપાલ દેવું ચૂકવવા અંગે કોઈપણ પ્રકારનું બહાનું બનાવી શકશે નહીં.

આ પહેલાં 7 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં રાજપાલ યાદવ હાજર રહ્યા હતા. CJIએ રાજપાલને કહ્યું હતું કે, 'તમે કેટલીક સારી ફિલ્મો બનાવો, લોકોનું મનોરંજન કરો.' જજની સામે રાજપાલનું દર્દ છલકાયું હતું.

કોર્ટમાં ઈમોશનલ થયા હતા રાજપાલ

અભિનેતાએ કોર્ટમાં કહ્યું કે, 'લોકોનું મનોરંજન કરતાં-કરતાં હું ખુદ ડ્રામા બની ગયો છું. મારા ઘણા બધા પૈસા ડૂબી ગયા છે. આ ફિલ્મમાં મને 17 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. છેલ્લા 13 વર્ષથી આ લોકોએ મારી ફિલ્મ બનવા દીધી નથી. તેમણે સ્ટે ઓર્ડર લઈ લીધો હતો. તેમણે બદલાની ભાવનાથી પોતાના 5 કરોડ રૂપિયાના ચક્કરમાં મારું 22 કરોડ રૂપિયાનું નુકસાન કરાવી દીધું. શરૂઆતમાં મને કહ્યું હતું કે, હું 100 કરોડ રૂપિયાનો માણસ છું. પછી ધમકી આપી કે તે મને કોર્ટમાં ઢસડશે. હું વર્ષોથી લોકોનું મનોરંજન કરતો આવી રહ્યો છું. હવે હું ખુદ એક ડ્રામા બની ગયો છું. મેં 200 ફિલ્મો કરી છે અને તેમણે મારી જિંદગી બરબાદ કરી દીધી છે. હવે મને ફરીથી કામ મળવા લાગ્યું છે. હું તેમનું દેવું ચૂકવી દઈશ.'

શું છે સમગ્ર વિવાદ?

રાજપાલે ફિલ્મ 'અતા પતા લાપતા' બનાવવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી લગભગ 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ફિલ્મ 2012માં રિલીઝ થઈ, પરંતુ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ ગઈ. મામલો કોર્ટ-કચેરી સુધી પહોંચ્યો. અભિનેતાએ ચેક બાઉન્સ કેસમાં જેલની હવા પણ ખાવી પડી હતી. હજુ સુધી રાજપાલ આ કેસમાંથી બહાર નીકળી શક્યો નથી.