Entertainment

મલયાલમમાં દ્રશ્યમ ફોરની જાહેરાત પણ થઈ ગઈ

By GS Team
23 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં 'દ્રશ્યમ' ફ્રેન્ચાઈઝીના ચાહકો માટે ખુશખબર છે. મલયાલમમાં 'દ્રશ્યમ 4' ની જાહેરાત નિર્માતા એન્ટની પેરુમબાવૂરે કરી છે. મોહનલાલ અભિનીત 'દ્રશ્યમ 3' બ્લોકબસ્ટર સાબિત થતા, 100 કરોડનો આંક વટાવ્યા બાદ આ નિર્ણય લેવાયો. જીથુ જોસફે દિગ્દર્શન કરેલી આ સીરીઝને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લોકપ્રિયતા મળી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મલયાલમમાં દ્રશ્યમ ફોરની જાહેરાત પણ થઈ ગઈ

મુંબઈ : અજય દેવગણની હિન્દી 'દ્રશ્યમ થ્રી' હજુ રીલિઝ થવાની બાકી છે ત્યાં મલયાલમમાં 'દ્રશ્યમ ફોર'ની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.
નિર્માતા એન્ટની પેરુમબાવૂરે આ બાબતની પુષ્ટી કરી છે. મઝાવીલ એવોર્ડ્સ ખાતે બોલતા તેમણે આ માહિતી આપી હતી. ગત ૨૧ મેના રજૂ થયેલી મલયાલમ ' દ્રશ્યમ ૩' બ્લોકબસ્ટર બનીને થોડા દિવસોમાં જ સો કરોડનો આંક વટાવી દેતા આ જાહેરાત કરવામાં આવી છે.
ફ્રેન્ચાઈસીના કેન્દ્રમાં રહેલા પરિવારના સભ્ય તરીકે મોહનલાલે જ્યોર્જકુટ્ટીનું પાત્ર ભજવ્યું હતું જ્યારે મૂળ ફિલ્મનું દિગ્દર્શન જીથુ જોસફે કર્યું હતું. 'દ્રશ્યમ ૩'ને દર્શકોે તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હોવા છતાં તેની કમર્શિયલ સફળતાએ ફ્રેન્ચાઈસીને મજબૂત કરી છે.
આ સીરીઝને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લોકપ્રિયતા હાંસલ થઈ છે અને ચીની તેમજ કોરિયન સહિત અનેક ભાષામાં તેની રિમેક બની છે.
જીથુ જોસફે જણાવ્યું કે પેરુમ્બાવૂરે તેને ચોથા ભાગ માટે પ્રોત્સાહન આપ્યું છે પરંતુ પોતે આ માટે ઉતાવળ નહીં કરે.